Abtak Media Google News

એપલે ભારતીય સ્માર્ટફોન મેન્યુફેકચરોનું દબાણ વધાર્યુ


વિશ્વના બીજા સૌથી વિશાળ માર્કેટમાં આઇફોનનું વેચાણ વિતરણ વધારવા એપલ ડયુટી – સર્વિસમાં ડિસ્કાઉન્ટ આપશે

લઝુરિયસ સ્માર્ટફોનના આઇકન સમાન એપલ ઇન્ડિયાના રાષ્ટ્રીય વેચાણ, વિતરણ અને આઇફોન સેલ્સના હેડ ઓફીસરોએ પોતાના દસ્તાવેજો ટેબલ પર રાખી દીધા હોવાના અહેવાલો મળ્યા છે ચીફ અધિકારીઓ દ્વારા નોકરી છોડવાનું કામરણ મુળ અમેરિકાની કંપની છે. એપલ તેનું ભારતમાં વેચાણ, વેપાર વધારવા માટે લોકલ મેન્યુફેકચરો પર દબાણ કરી રહી હોવાનું સામે આવ્યું છે. કારણ કે વૈશ્ર્વિક સ્તરે ભારત સ્માર્ટફોનની સૌથી મોટી માર્કેટ ધરાવે છે. સુત્રો મુજબ એપલ સેલ્સ ઇન્ડિયાના રાહુલ પુરી, વિતરણ તેમજ ઓપરેટર જયંત ગુપ્તા, ટેલીકોમ હેડ, નેશનલ સેલ્સના મનિશ શર્માએ એપલ ઇન્ડિયાની નોકરી છોડી દીધી છે. ગત વર્ષે ટીમ કુકે જણાવ્યું હતું કે ચીફ એકઝીકયુટીવ તરીકે મને એવું લાગે છે કે એપલ તેની આર્થિક વુઘ્ધિ અને નવા લોન્ચીંગ માટે ભારત પર ખુબ જ દબાણ કરી રહ્યું છે. કારણ કે સૌથી મોટી માર્કેટ ભારતમાં કુલ એપલનું ખુબ જ વેચાણ ઓછું છે અને દેશમાં એપલનો વર્ચસ્વ વધારવા કંપની ખુબ જ મહેનત કરી રહી છે. તો એપલ મેન્યુફેકચરીંગ, સર્વિસ રીપેર અને અન્ય ડયુટી પર છુટ આપી રહી છે તો ૧પ વર્ષ માટેની સર્વિસની ગેરેન્ટી પણ આપે છે તેઓ ભારતમા બનેલા આઇફોન પર કસ્ટમ ડયુટી પણ ઘટાડવા માંગે છે અને આઇફોન યુઝર્સ વધારવાં  ઇચ્છે છે.

જો કે કંપનીએ બિલ્ડીંગ કે સ્ટાફની ભરતી માટે મેન્યુફેકચરો સાથે કોઇપણ પ્રકારના કરારો કર્યા નથી ભારતમાં મળતા આઇફોનમાં એસઇને બાદ કરતાં તમામ ફોનની વ્હાઇટ મટીરીયલની નિકાસ કરવામાં આવે. સ્માર્ટફોન નિર્માતાઓ ૧.૩ બીલીયન લોકોના માર્કેટ ધરાવતા દેશથી પોતાની કંપનીને બુસ્ટર ડોઝ આપવા માંગે છે. કારણ કે ચીન બાદ ભારત વિશ્ર્વનું બીજુ સૌથી વિશાળ માર્કેટ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.