Abtak Media Google News

સોમવારે રાતે 10-30 વાગે એપ્પલના શો ટાઇમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને લોન્ચ કરશે. આ ઇવેન્ટમાં એપ્પલ સબ્સક્રિપ્શન ટીવી અને વીડિયો સર્વિસ બંનેને લોન્ચ કરશે. આ માટે કંપનીએ કોન્ટેન્ટ પ્રોવાઇડર્સની સાથે ડીલ કરી લીધી છે અને ઓરિજીનલ શો પણ પ્રોડ્યુસ કરશે. કંપનીના આ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસની ટક્કર અમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ સાથે થશે.

તમે apple.com પર જઇને શો ટાઇમ ઇવેન્ટને લાઇવ જોઇ શકો છો, લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે સફારીની મદદથી પેજને નેવિગેટ કરી શકશો, iPhone,iPad, or iPod touch યૂઝર્સ સફારીનો ઉપયોગ કરી શકે છે, જ્યારે વિન્ડોઝ 10 યુઝર્સને માઇક્રોસોફ્ટ એજની જરૂર પડશે.

આ ઇવેન્ટમાં એપ્પલ પોતાના વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને લોન્ચ કરી શકે છે. આ સર્વિસ માટે કંપનીએ 2 બિલિયન ડોલર (અંદાજે 14000 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આ સિવાય લોકોને બેસ્ટ કોન્ટેન્ટ પ્રોવાઇડ કરવા માટે અનેક મોટા હોલિવૂડના સ્ટાર્સને સાઇન કર્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની આ ઇવેન્ટમાં આઇફોન SE 2 પણ લોન્ચ કરી શકે છે. આ અંગે કંપનીએ કોઇ જાણકારી આપી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. iPhone SEને અનેક માર્કેટ્સમાં બંધ કરવામાં આવ્યા છે, પરંતુ કંપની ભારતમાં સેલને ચાલુ રાખવા માગે છે આથી બની શકે કે iPhone SE2 આ ઇવેન્ટમાં લોન્ચ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.