Abtak Media Google News

કોંગ્રેસના આરંભકાળથી જ નેતૃત્વ અને કાર્યકરો વચ્ચેની અસમાનતાનું અસ્તિત્વ ઈન્દિરા ગાંધીએ બનાવેલી કોંગ્રેસ (આઈ) ‘હું’ ક્યારેય (વી) ‘અમારી’ ન બની શકી ?

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી. દેશના સૌથી જૂના વરિષ્ઠ અને સૌથી વધુ શાસન ભોગવનાર કોંગ્રેસ અત્યારે સમય અને સંજોગોનો શિકાર બનીને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે કોંગ્રેસને ગાંધી સીવાયના પ્રમુખનું છત્ર મળશે કે કેમ તે પ્રશ્ર્ન ફરી એકવાર ઉજાગર થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પક્ષની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે વ્યાપક ચર્ચા શરૂ કરી છે અને પત્ર લખી નારાજગી વ્યકત કરનાર નેતાઓને મનામણા કરવાની સાથે સાથે નવા પ્રમુખની વિચારણાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને મવડી મંડળે ૧૯મી ડિસેમ્બરની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અધ્યક્ષતાવાળી બેઠકની તૈયારીઓ શરૂ કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના મહા સચિવ કે.સી.વેણુગોપાલ અને અંબિકા સોનીએ કોંગ્રેસ અધ્યક્ષ અને ગુલામ નબી આઝાદને મળી કોંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું તે અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના સિદ્ધાંતો અને તેનો મુળભૂત હેતુ જાળવી રાખે તેવા નેતૃત્વની કોંગ્રેસને તલાસ છે. કોંગ્રેસ અત્યારે સંપૂર્ણપણે હાંસીયામાં ધકેલાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસમાં નેતૃત્વમાં મોટી ખોટ દેખાઈ રહી છે.

સોનિયા ગાંધીની તબીયત નાદુરસ્ત છે અને રાહુલ ગાંધીનું પ્રદેશ ગમન ચાલુ છે ત્યારે પ્રિયંકાને મેદાનમાં ઉતારવાની ફરીથી બાજી ગોઠવાઈ રહી છે. રાહુલ ગાંધીને કોઈપણ સંજોગોમાં નેતૃત્વ મળી રહે તે માટે સતત પ્રયાસો થતાં રહ્યાં હતા પરંતુ છેલ્લે સુધી રાહુલ ગાંધીએ જવાબદારી લેવાનું મુનાસીફ સમજયું નથી ત્યારે પ્રિયંકા ગાંધીને પક્ષના સંજીવની તરીકે ઉતારશે તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના ઈતિહાસમાં ડોક્ીયુ કરીએ તો હંમેશા કોંગ્રેસ ગાંધી પરિવારની સત્તાના કેન્દ્ર સ્થાને જ વિટળાતું રહ્યું છે. ઈન્દિરા ગાંધીએ સૌને સાથે રાખી ચાલતી કોંગ્રેસને કોંગ્રેસ ‘આઈ’માં રૂપાંતરીત કરી ત્યારથી કોંગ્રેસ નેતાગીરીના ‘હું’પણામાંથી બહાર આવી નથી. હવે કોંગ્રેસને કોંગ્રેસ ‘વી’ બનાવવાની જરૂર છે ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી સીવાયના કોંગ્રેસ પદની સ્થાપનામાં કેવું સચોટ પુરવાર થશે તેના પર મીટ મંડાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.