Abtak Media Google News

ઓનલાઇન જ ઓએમઆર શીટ સ્કેન કરી શકાશે

પમી નવેમ્બર ૨૦૧૦માં યોજાયેલી સીબીએસઇ યુજીસી નેટની પરિક્ષાની આન્સર કી જાહેર કરાઇ છે. તેની ચકાસણી તેની ઓફીશીયલ વેબસાઇટ સીબીએસઇનેટ ડોટનછક ડોટ ઇન પરથી મેળવી શકાશે તેમજ ઓએમઆર સીટો પણ ઇમેજ સ્કેનરથી સ્કેન કરી શકાશે.

પરીક્ષાર્થીઓ તેને ૧૮ ડીસેમ્બર સુધીજોઇ શકશે. સીબીએસઇ પ્રમાણે કુલ ૪.૦૯ ૪૩૭ મેલ અને ૫૧૯૫૫૭ ફિમેલ પરીક્ષાર્થીઓ છે.

જેમાંથી ૭૫ ટકાથ વધુ પરિક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.

ઓએમઆર શીટને માત્ર ઓનલાઇન જ સ્કેન કરી શકાશે. ઉમેદવારોએ આન્સર કી માટે પ્રશ્ન દીઠ ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા રૂ. ૧૦૦૦ ચુકવવાના રહેશે. આ ટ્રાન્સેકશન માત્ર ઓનલાઇન કરવામાં આવશે. પરીક્ષાર્થીઓને તેમના પોતાના ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડથી જ પેમેન્ટ કરવાનું રહેશે. વધુ વિગતો માટે વિઘાર્થીઓ તેની વેબસાઇટ પર માહીતી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.