ગ્રામ્ય વિસ્તારને આરોગ્ય ક્ષેત્રે વિકસિત બનાવવા પ્લેક્ષસ કાર્ડિયાક કેરનું વધુ એક પગલું

69

કુવાડવા સ્થિત શ્રીરામ હોસ્પિટલ ખાતે ડીજીટલ કાર્ડીયાક કેરની શરૂઆત

શહેરી વિસ્તાર ની સાપેક્ષે ગ્રામ્ય વિસ્તાર હર હંમેશ માટે આરોગ્ય ક્ષેત્રે પછાત જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તાર માં વસતા લોકો ને તેમની ગંભીર બીમારી ના સારવાર અર્થે શહેરો માં જવું પડતું હોય છે. શહેર માં સારવાર અને નિદાન તો મળી રહે છે પરંતુ લોકો ઘણા પ્રકાર ની હાલાકી ભોગવતા હોય છે. ત્યારે પ્લેક્ષસ કાર્ડિયાક કેર એ એક અનોખી ઝુંબેશ હાથ ધરી છે. હૃદય રોગ ના નિષ્ણાંત પ્લેક્ષસ કાર્ડિયાક કેર દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે પણ હૃદય રોગ ની તાત્કાલિક સારવાર મળી રહે અને નિદાન પણ મળી રહે તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલ સુધી માં પ્લેક્ષસ કાર્ડિયાક કેર દ્વારા ૩૫ થી વધુ ગામડાઓ માં ડિજિટલ કાર્ડિયાક ની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઝુંબેશ ને આગળ ધપાવતા કુવાડવા ગામ સ્થિત શ્રી રામ હોસ્પિટલ ખાતે પણ ડિજિટલ કાર્ડિયાક ની સુવિધા અમલી બનાવાઈ છે. જેના કારણે હવે કુવાડવા ની પ્રજા ને હૃદય રોગ સંબંધિત તમામ સારવાર તેમના ગામ માં જ મળી રહેશે.

આ તકે પ્લેક્ષસ કાર્ડિયાક કેર ના મેનેજીંગ ડિરેકટર ડો.અમિતરાજ અને તેમની ટીમે કુવાડવા ની મુલાકાત લઈ આ સુવિધા અમલી બનાવી હતી. સાથે સાથે ડિજિટલ કાર્ડિયાક કેર ની શરૂઆત ના પ્રથમ દિવસે જ ગામ ના લોકો માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી રામ હોસ્પિટલ ના ડો. અમિત મારુ, કુવાડવા ના સરપંચ તેમજ ગ્રામવાસીઓ એ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

પ્લેક્ષસ કાર્ડિયાકમાં સારવારથી તબિયતમાં થયો સુધારો: વિજુબેન(દર્દી)

આ તકે કુવાડવા ગામ ના જ હૃદય રોગ ના દર્દી એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે આજથી દોઢ મહિના પહેલા હું શારીરિક રીતે અશક્ત હતી. છાતી અને પીઠના ભાગે અસહ્ય દુખાવો થતો હતો, માત્ર બે ડગલાં ચાલવાથી શ્વાસ ચડી જતો હતો જે બાદ મેં પ્લેક્ષસ કાર્ડિયાક કેર ખાતે સારવાર શરૂ કરાવી, રિપોર્ટ કરાવ્યો જેમાં મારી હૃદય ની નળીઓ ફક્ત ૧૦% જ કાર્યરત છે તે જાણવા મળ્યું જે બાદ મારુ ઓપરેશન કરવામાં આવ્યું. દોઢ કલાક ના ઓપરેશનમાં તબીબો એ મારી હૃદય ની તમામ નળીઓ સાફ કરી સફળ રીતે ઓપરેશન પાર પાડ્યું અને આજે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું કોઈ જાતની શારીરિક તકલીફ થી વંચિત છું. અને હવે આવી સુવિધા અમારા ગામ ખાતે જ મળશે તે બાબત ખૂબ સારી છે હવે લોકો ને હૃદય રોગ માટે ક્યાંય જવું નહિ પડે તે જાણી મને વ્યક્તિગત રીતે ખૂબ ખુશી થઈ રહી છે.

ગ્રામ્ય લોકોએ આરોગ્યલક્ષી સુવિધા માટે ધક્કા નહીં ખાવા પડે: સંજય પિપળીયા( સરપંચ, કુવાડવા)

આ તકે કુવાડવા ના સરપંચે અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે મેં મારી પ્રજા ને આરોગ્ય માટે સ્થળાંતર કરતા જોયા છે, ધક્કા ખાતા પણ જોયા છે અને હાલાકી ભોગવતા જોયા છે. પરંતુ હવે મારા ગામ ની પ્રજા ને ક્યાંય ધક્કા નહીં ખાવા પડે, તેમને હવે ગામ ખાતે જ તમામ પ્રકાર ની સારવાર મળી રહેશે. જે બદલ હું પ્લેક્ષસ કાર્ડિયાક કેર અને શ્રી રામ હોસ્પિટલ બન્ને નો ગ્રામજનો વતી આભાર માનું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામ ખાતે જ આ પ્રકાર ની સુવિધા મળનાર છે તે અંગે ગ્રામ પંચાયત ના માધ્યમ થી લોકો ને જાગૃત કરવામાં આવશે તેમજ ગ્રામજનો ને સહયોગ પણ આપવામાં આવશે. તેમજ શ્રી રામ હોસ્પિટલ ના સહયોગ થી ગ્રામજનો ને સસ્તી સારવાર મળી રહે તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય લોકોને હૃદયરોગની ઝડપી સારવાર મળે તે માટે પગલું લીધું: ડો અમિત રાજ 

પ્લેક્ષસ કાર્ડિયાક કેરના મેનેજીંગ ડિરેકટર ડો અમિત રાજે આ તકે અબતક સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે મેં જ્યારથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી ત્યાર થી મને એવું જોવા મળ્યું કે ગ્રામ્ય વિસ્તાર ના લોકોને આરોગ્ય ક્ષેત્રે ખૂબ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ખૂબ દૂર ગામડાઓ થી શહેર માં આવીને સારવાર લેતા હોય છે ત્યારે દર્દી ની સાથે તેમના પરિજનો પણ ઘણી હાલકીઓ ભોગવતા હોય છે. જે બાદ અમે ગ્રામ્ય ક્ષેત્રે હૃદય રોગ ની તમામ સારવાર મળી રહે તેના માટે આ પગલું લીધું છે. હાલ સુધીમાં અમે ૩૫ જેટલા સૌરાષ્ટ્ર ના ગામડાઓ માં આ સવલત ઉભી કરી ચુક્યા છીએ અને હજુ વધુમાં વધુ ગામડાઓ સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.હાલ અમે શ્રી રામ હોસ્પિટલ – કુવાડવા ના સહયોગ થી અહીં ડિજિટલ કાર્ડિયાક કેર ની સવલત ઉભી કરી છે જેની મદદ થી હવે અહીં તમામ પ્રકાર ના હૃદય રોગ મી સારવાર થઈ શકશે અને લોકો ને ક્યાંય દૂર જવાની જરૂર નહિ પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ માં અમારો સૌરાષ્ટ્ર ના ૧૦૦ ગામડાઓ સુધી પહોંચવાનો લક્ષ્ય છે જે પાર પડશે તેવો મને વિશ્વાસ છે.

ઈસીજી સહિતના રિપોર્ટ હવે કુવાડવામાં થશે: ડો. અમિત મારૂ (શ્રી રામ હોસ્પિટલ)

આ તકે ડો. અમિત મારૂ એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું  કે ડિજિટલ કાર્ડિયાક કેર ની સવલત ઉભી થવાથી હવે કુવાડવા ગામ ખાતે હૃદય રોગ ની તમામ સારવાર અહીં થી જ શક્ય બનશે. ઇસીજી સહિત ના રિપોર્ટ પણ અહીં કરી દેવામાં આવશે જેનાથી ગ્રામ્યવાસીઓ ને હવે સારવાર માટે બીજે ક્યાંય ધક્કો નહિ ખાવો પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ સુધી પ્લેક્ષસ કાર્ડિયાક કેર દ્વારા માસ માં એકવાર અહીં કેમ્પ નું આયોજન કરવામાં આવતું હતું જેના માધ્યમ થી ગ્રામજનો ને હૃદય રોગ નું સારવાર મળી રહેતી હતી પરંતુ હવે દિવસ ના ૨૪ કલાક અને સપ્તાહ ના સાતેય દિવસ હર્દય રોગ ની સારવાર અહીં થી શક્ય બનશે. જે બદલ હું પ્લેક્ષસ કાર્ડિયાક કેર ની ટીમ નો આભાર માનું છું. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યારે હૃદય રોગ ની વાત આવે ત્યારે લોકો એવું વિચારતા હોય છે કે હૃદય રોગ ની સારવાર ખૂબ મોંઘી દાટ હોય છે પરંતુ અમે જેમ બને તેમ ઓછા ખર્ચે દર્દીઓ હૃદય રોગ ની સારવાર લઈ શકે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Loading...