Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે: ઓનલાઈન પ્રોજેક્ટ થકી વહિવટમાં પારદર્શિતા આવી છે અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા

Advertisement

ગુજરાતના નાગરિકોના જમીન વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ આવે અને તમામ રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. રૂપાણી સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બિરદાવ્યાં છે. જે અતર્ગત કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ ક્ષેત્રે ગુજરાતને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયાનો પ્રતિષ્ઠિત એવોર્ડ ધ એવોર્ડ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો છે.

CCMS પ્રોજેકટનો અમલ સચિવ, મહેસૂલ વિભાગ (અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે શરૂ કરીને તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી હતી. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરીને એવોર્ડ ઓફ એક્સેલન્સ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. રાજ્યમાં કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સિસ્ટમ અમલમાં આવ્યુ ત્યારે કુલ ૯૮૯૬ કેસો પડતર હતા અને ત્યારબાદ આજ સુધી ૧૭૦૨૩ નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા છે એટલે કુલ ૨૬૯૧૯ અપીલ અને રીવીઝન કેસો પડતર હતા જે પૈકી ઓનલાઈન સિસ્ટમને કારણે ૨૫૨૩૯ અપીલ રિવિઝનના કેસોનો નિકાલ કરાયો છે અને ૧૬૮૦ કેસો નિકાલ કરવાના બાકી છે. તે કેસ પણ વિવિધ તબક્કે પ્રગતિમાં છે જેનો સત્વરે નિકાલ કરવામાં આવશે.

CCMS પ્રોજેક્ટ થકી તમામ પ્રક્રિયા ઓનલાઈન થતા કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથોસાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે. આ ઓનલાઈન પ્રોજેક્ટ થકી વહિવટમાં પારદર્શિતા આવી છે અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા છે. ડિજીટલ ઈન્ડિયા અભિયાન અને રાજ્ય સરકારની પારદર્શી નીતિ દ્વારા નાગરિકોએ તેમના હક્કો સત્વરે મળી રહ્યા છે. હજુ આ સેવાનો વ્યાપ વધે તેમજ પ્રજાકીય કામો માટે મહત્વનો આ પ્રોજેક્ટ વધુને વધુ લોકભોગ્ય બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાખવેલો અંગત રસ અને મેળવેલી સિદ્ધિ પ્રશંસાપાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.