Abtak Media Google News

મેષ: (અ,લ,ઈ)1 19આરોગ્ય: મેષ રાત્રિના જાતકોને આરોગ્ય બાબત મિશ્ર જણાય ખાસ કરીને જેને હૃદયરોગની બિમારી છે. તેઓએ વર્ષની શરૂઆતમાં સાવચેતી રાખવી. આ ઉપરાંત જેઓને વારસાગત બિમારી છે. ડાયાબિટીસ જેવી બિમારી છે તેઓએ ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બનશે. યોગ અને મેડિટેશનમાં ધ્યાન આપવાથી લાભ થશે.

આર્થિક વેપાર-નોકરી: આર્થિક અને વેપાર બાબતે વર્ષની શરૂઆત થોડી નરમગણી શકાય. વેપાર શોધવા જવું પડે, આવેલા ગ્રાહકો પાછા ચાલ્યા જાય, વેપારમાં બચતનું જોર રાખવું આ વર્ષ કોઈ ખાસ આર્થિક બચત નોંધાય નહી તેવો અનુભવ થાય તથા છુપા શત્રુઓથી સાવચેત રહેવું જરૂરી બનશે. નાના-ભાઈઓ બહેનો સાથે વેપાર કરતા હોય તો તેમા સમજદારી કેળવી વેપાર કરવો.

નોકરીયાત વર્ગને વર્ષની શરૂઆત નબળી રહેશે ત્યારબાદ વર્ષનો મધ્ય અને અંત નોકરિયાત વર્ગને સારી પ્રગતિ અપાવે નોકરીમાં જેટલી મહેનત કરો તેટલુ પૂરતુ ફળ મળે.

પારિવારિક: કુટુંબ અને પારિવારિક બાબતે આ વર્ષની શરૂઆત મતભેદ વાળી રહેશે તથા વર્ષના મધ્યથી અંત સુધી ભાઈઓ બહેનો સાથેના મતભેદ ટાળવા જરૂરી બનશે. સંતાન સાથે સમજદારી પૂર્વક રહેવાથી સારૂ રહે તેમની પ્રગતિ થાય. તથા જમીન મકાનના પ્રશ્ન થોડા ગૂંચવાય તેવી શકયતા વધારે છે. પરંતુ વર્ષના અંત ભાગમાં જમીન-મકાનના પ્રશ્નનો ઉકેલ આવે પોતાના મકાનનો યોગ, વારસાગત મકાનમાં મતભેદ થાય.

વિદ્યાર્થી: વિદ્યાર્થીઓએ આ વર્ષ મધ્યમ છતા સારી પ્રગતિ વાળુ ગણાય. ઉચ્ચડિગ્રીમાં જેઓ અભ્યાસ કરે છે તેઓને લાભ રહે. આથી વિદ્યાર્થીઓ સાથે મતભેદ કે મનભેદ કરવો નહીં.

પૂજા-ઉપાવસના-ઉપાય: મેષ રાશિના જાતકોએ ગણપતિની ઉપાસના તથા ગૂરૂમંત્રની ઉપાસના કરવી જેનાથી લાભ થશે.

વૃષભ (બ,વ,ઉ)2 20આરોગ્ય: વૃષભ રાશિના જાતકોને આરોગ્ય બાબતે જોઈએ તો આરોગ્ય સુખાકારી સારી રહેવાના યોગ છે. વર્ષની શરૂઆતમાં વાઈરલ ઈન્ફેકશનથી ધ્યાન રાખવું તથા એપ્રિલ મહિના પછી વર્ષના અંત સુધી આંખના રોગો તથા દાંતના રોગોથી સાવચેતી રાખવી. જે લોકોને ડાયાબીટીસ જેવી બિમારી છે તેઓએ તકેદારી રાખવી જરૂરી બનશે એકંદરે આરોગ્ય સુખાકારી બાબતે આ વર્ષ સારૂ રહેશે.

આર્થિક-વેપાર: આર્થિક બાબતે જોઈએ તો વર્ષની શરૂઆતમાં આર્થિક ખેંચ રહેશે તથા જેઓને વારસાગત વેપાર છે તેઓને પણ વર્ષની શરૂઆત થોડી નબળી રહેશે. માર્ચ મહિના બાદનો ગાળો કૌટુંબીક લોકો સાથે વેપાર કરતા હોય તેઓએ સાવચેતી રાખવી જરૂરી વર્ષની શરૂઆતમાં વિદેશ વેપાર બાબતે સારૂ રહે શેર સટ્ટાથી સાવચેત રહેવું નોકરિયાત વર્ગો પોતાના અધિકારીઓ સાથે સમજદારી પૂર્વકનું વલણ રાખવું જરૂરી બનશે. નોકરીયાત વર્ગે આ વર્ષ મધ્યમ છતા સારૂ પસાર થાય સાથે પ્રગતિ થાય બીજી જગ્યાએ સારી નોકરીના પણ યોગ ખરા.

પારિવારિક બાબત: વર્ષની શરૂઆતમાં સારૂ વાતાવરણ રહે. સ્ત્રીઓએ મહેનત કરવી જરૂરી તથા વર્ષનાં મધ્યમ ભાગથી અંત સુધી સમજદારી પૂર્વકનું વલણ તેમજ પારિવારિક નિર્ણયો સાથે મળી લેવા.

વિદ્યાર્થીઓ: વિદ્યાર્થી વર્ગને વર્ષની શરૂઆતમાં મધ્યમ તથા એપ્રીલ મહિના પછીનો ગાળો ઉચ્ચ અભ્યાસ કરતા હોય તેમના માટે સારો- યાદ શકિતમાં વધારો થાય જ્ઞાનમાં વધારો થાય.

પૂજા-ઉપાસના: વૃષભ રાશિના જાતકોએ શનિનીનાની પનોતી ચાલતી હોવાથી શનિની ઉપાસના અને પોતાના કુળદેવીની ઉપાસના કરવી. શુભ રહેશે.

મિથુન: (ક,છ,ઘ)1010આરોગ્ય: મિથુનરાશિના જાતકોને આરોગ્ય બાબતે વર્ષની શરૂઆત તથા વર્ષ દરમિયાન કફ, પિત્તની પ્રકૃતિ રહે, માર્ચ મહિનાથી રાહુ બીજા સ્થાનમાં આવતા વારસાગત બિમારીઓથી પણ ખ્યાલ રાખવું. કીડનીની બિમારીઓથી પણ ખ્યાલ રાખવો, માનસિક સ્થિરતા રાખવી જરૂરી બનશે. બને ત્યાં સુધી પ્રાકૃતિક ઉપચારો પર જોર રાખવું જરૂરી.

આર્થિક વેપાર: આર્થિક અને વેપાર બાબતે વર્ષની શરૂઆતમાં એકંદરે વેપાર સારો રહે. પરંતુ સાથે આર્થિક બચતમાં ઘટાડો નોંધાય. તે ઉપરાંત માર્ચ મહિનાથી રાહુ પોતાની જ રાશિમાં આવતા માનસિક ટેન્શનનો સામનો કરવો પડે તથા વેપારની દોડધામમાં આરોગ્ય બગડે નહી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. વેપારમાં નિર્ણયો વિચારીને લેવા.

નોકરીયાત વર્ગને વર્ષની શરૂઆતમાં લાભ રહે પ્રગતિ થાય પરંતુ માર્ચ મહિના પછી નોકરીમાં મતભેદ રહેવાની શકયતા છે. જેથી બચવુ નોકરીના સ્થળે નાહકના વિચારો કરવા નહીં.

પારિવારીક: પારિવારીક બાબતે જોઈએ તો વર્ષનીક શરૂઆતમાં કૌટુંબીક મતભેદનો સામનો કરવો પડે તથા ઘરમાં અને બહાર વાણી-વિલાસમાં વિચારી વિચારીને બોલવું જરૂરી. ખાસ કરીને બહેનોને આ બાબત વધારે લાગુ પડશે. તથા સંતાનોના અભ્યાસ બાબતે ધ્યાન આપવાથી તેઓ પ્રગતિ કરે. વર્ષના મધ્યથી અંત સુધી પરિવારમાં ખોટા ટેન્શનથી દૂર રહેવું જરૂરી બનશે. નહીતર આરોગ્ય પર જોખમ રહે.

વિદ્યાર્થી: વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી માર્ચ મહિના સુધીનો સમય પ્રગતિકારક રહેશે. પરંતુ પરીક્ષાના સમયે અને વર્ષના અંત સુધી ખોટા ટેન્શનથી ખોટા વિચારથી અને વિચાર વાયુથી દૂર રહેવું જરૂરી અભ્યાસમાં એકાગ્રતા કેળવવી જરૂરી બનશે.

પૂજા-ઉપાસના: મહાદેવજીની ઉપાસના તથા સાથે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા, વર્ષ દરમિયાન શુભ રહેશે.

કર્કરાશિ (ડ,હ)

4 10આરોગ્ય: કર્ક રાશિના જાતકોએ આરોગ્ય બાબતે વર્ષની શરૂઆતમાં આરોગ્ય મધ્યમ રહે તથા વર્ષના માધ્યમથી અંત સુધી બારમે રાહુ હોવાથી માનસિક ટેન્શન, માથાનો દુ:ખાવો, માથાની બિમારીની ફરિયાદ, હાઈપર ટેન્શનની બિમારી થવાની શકયતા વધારે છે. આથી સાવચેત રહેવું જરૂરી બનશે. સંત પુરૂષનો અથવા સજજન પુરૂષનો સમાગમ કરવાથી વિચારોમાં સ્થિરતા રહે. અને આરોગ્ય સુખાકારી રહેશે.

વેપાર-આર્થિક બાબત: વેપાર બાબતે તથા આર્થિક બાબતે વર્ષની શરૂઆત મધ્યમ જાય તથા માર્ચ મહિનાથી બારમે રાહુ આવતા વેપાર બાબતે સાવચેતી રાખવી. વિદેશ વેપાર થાય પરંતુ તે પણ સાવચેતી પૂર્વક કરવો ખોટુ કર્જ કરવું નહી, જામીન પડવું નહી, કોર્ટ કજીયાથી દૂર રહેવું, આર્થિક બચત પર વધારે જોર આપવું આ વર્ષ દરમિયાન શુભ રહેશે.

નોકરિયાત વર્ગે મહેનત વધુ કરવી પડશે છતા વર્ષ મધ્યમ જશે. એકદરે વર્ષ સામાન્ય રહેશે વર્ષનાં મધ્યભાગ પછી સાવચેતી રાખવી હિતાવહ છે.

પારિવારીક બાબત: પારિવારિક બાબતે જોતા વર્ષની શરૂઆત એકદમ સારી જણાય તથા પોતાના સંતાન બાબતે ખ્યાલ રાખવો જરૂરી તે ઉપરાંત વર્ષની શરૂઆતમાં તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન દામપત્ય જીવનના ઝઘડા ટાળવા તથા બારમે રાહુ હોવાથી માર્ચ મહિનાથી વર્ષ એકદમ શાંતિથી પસાર કરવું જરૂરી બનશે.

વિદ્યાર્થીઓ: વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમિયાન આખુ વર્ષ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી બનશે. નહીંતર પરિણામ ધાર્યા કરતા ઘણુ ઓછુ આવવાની શકયતા વધારે રહેશે. ખોટા મિત્રોથી વ્યસનથી દૂર રહેવું ખર્ચા પર કાબુ રાખવો જરૂરી બનશે.

પૂજા-ઉપાસના (ઉપાય): પૂજા ઉપાસના બાબતે માર્ચ મહિનાથી બારમે રાહુ આવતા રાહુ પિડા શાંત કરવા માટે મહાદેવજીને દૂધ, સાંકર અને કાળા તલનો અભિષેક કરવો એકદમ પ્રગતિકારક થાય.

સિંહ: (મ,ટ)5 5આરોગ્ય: સિંહ રાશિના જાતકોએ આરોગ્ય બાબતે વર્ષની શરૂઆતથી માર્ચ મહિના સુધી રાહુ બારમે રહેતા આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું બિમારી બાબતે યોગ્ય ડોકટરની સલાહ લેતા રહેવું, માનસિક ખોટા વિચારો કરવા નહીં, પરંતુ ટેન્શન રાખવાથી બિમારીમાં વધારો થઈ શકે છે. આથી સ્વભાવ શાંત રાખવો જરૂરી બનશે.

આર્થિક-વેપાર: આર્થિક અને વેપાર બાબતે આ વર્ષ દરમિયાન શરૂઆતથી જ બાકીમાં વેપાર કરવો નહી તથા વિદેશ વેપારમાં પણ ધ્યાન રાખવું જરૂરી તથા વિદેશયાત્રા બાબતે સાવચેત રહેવું જરૂરી હોય તો વિદેશ જવુ માર્ચ મહિના પછીનો સમય વેપાર માટે એકદમ પ્રગતિકારક રહેશે નવા વેપારની શરૂઆત કરી શકો છો.

તથા વાર્ષિક આવકમાં વધારો થાય. તથા જે લોકો શેર સંબંધી કામ કરે છે. તેઓએ માર્ચ મહિના પછી સમજદારી પૂર્વ કામ કરવું જેથી લાભ થઈ શકે. ધાર્મિક તથા ખાણીપીણીના વેપારીને વર્ષના અંતનો ભાગ સારો રહેશે નોકરિયાત વર્ગને એપ્રિલ મહિના બાદ પ્રમોશન મળવાના યોગ રહેશે. નોકરીમાં એપ્રિલ મહિના બાદ લાભ થાય.

પારિવારિક બાબત: વર્ષની શરૂઆતમાં બહેનોએ પારિવારિક ઝઘડાઓથી દૂર રહેવું તથા શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો જરૂરી વર્ષથી મધ્ય અને અંત ભાગમાં યશ માન પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. સંતાનોને પણ પ્રગતિ થવાના યોગ છે.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે તેઓએ સાયન્સ લાઈનમાં અભ્યાસ કરે છે. તેઓને વર્ષથી મધ્ય અને અંત ભાગમાં સારી પ્રગતિ થાય. જેમને ઉચ્ચ અભ્યાસમાં એડમિશન મળે વર્ષની શરૂઆતમાં એકદમ એકાગ્રતાથી અને સમજદારી પૂર્વક અભ્યાસ કરવો જરૂરી ખોટી સોબતથી દૂર રહેવું.

પૂજા-ઉપાસના-ઉપાય: સિહ રાશિ વાળાને સૂર્ય ઉપાસના તથા પોતાના કુળ દેવતાની ઉપાસના તથા માતા પિતાને આદર ભાવ આપવો દરરોજ સૂર્યને અર્ગ આપવું પ્રગતિકારક રહેશે.

કન્યા: (પ,ઠ,ણ)6 4આરોગ્ય: કન્યા રાશિના જાતકોને નાની પનોતી લોઢાના પાયે છે. આથી ખોટી દોડધામ અને ખોટી મહેનતથી દૂર રહેવું તે ઉપરાંત આરોગ્ય બાબતે જોઈએ તો ધનના શનિની દ્રષ્ટી પોતાના ચંદ્ર પર પડતા પાણીજન્ય બિમારીથી સાવચેત રહેવું, માર્ચ મહિના પછી વર્ષની મધ્યનો ગાળો શ્વાસની બિમારીથી સાવચેત રહેવું જરૂરી બનશે. દવા અને ચિકિત્સા યોગ્ય જગ્યાએ બતાવીને કરવી.

આર્થિક વેપાર: આર્થિક અને વેપાર બાબતે જોતા વર્ષની શરૂઆત મધ્યમ થાય જેટલી મહેનત કરો તેટલુ જ પરિણામ મળે પરંતુ વર્ષના મધ્ય ભાગથી અંત સુધી જે લોકો કમિશનથી વેપાર કરે છે. તેઓને લાભ રહે આ ઉપરાંત જે લોકો શેર માર્કેટ સંબંધી કામકાજ કરે છે. તેઓને પણ વર્ષના મધ્ય ભાગમાં લાભ રહેવાની શકયતા વધારે છે. મહેનતનું પરિણામ પુરતુ મળે. પરંતુ વેપારમાં રોકાણ બાબતે જોઈએ તો સાવચેતી પૂર્વકનું વલણ રાખવાથી ફાયદો થાય.

નોકરીયાત વર્ગને આ વર્ષ મહેનત ખૂબ કરાવે પરંતુ તેનો લાભ વર્ષના અંતમાં મળવાના યોગ છે. અધિકારી વર્ગ સાથે સારૂ વર્તન રાખવું તેનાથી જરૂર ફાયદો થશે.

પારિવારિક બાબત: પારિવારિક બાબતે આ વર્ષે પરિવારના કાવાદાવાથી દૂર રહેવું બહેનોને માન-પ્રતિષ્ઠા મળવાના યોગ ખરા, તથા ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ છે. જે લોકો વિવાહ યોગ્ય ઉમરના છે તેમને વિવાહના યોગ આ વર્ષે પ્રબળ છે. સંતાનોના અભ્યાસ બાબતે ખૂબ ધ્યાન આપવું પડે.

વિદ્યાર્થીઓ: વિદ્યાર્થી વર્ગને આ વર્ષે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર મહેનત કરવાથી પરિણામ સારૂ મળે. પોતાનો અભ્યાસ અટકે નહી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. શિક્ષકો પ્રત્યે આદર ભાવ રાખવો.

પૂજા-ઉપાસના-ઉપાય

ક્ધયા રાશિના જાતકોને નાની પનોતી લોઢાના પાયે હોવાથી શનિની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી. તથા શનિ ચોથે માતૃસ્થાનમાં હોવાથી માતા-પિતાની સેવા કરવી જરૂરી બનશે. પારિવારિક ભાવના રાખવી.

તુલા: (ર,ત,)7 4આરોગ્ય: તુલા રાશિના જાતકોને આરોગ્ય બાબતે આ વર્ષ એકદમ સારૂ રહેવાના યોગ જણાય છે. પરંતુ આ વર્ષે ખોટા ક્રોધથી બચવું જરૂરી બનશે. થોડી પેટની બિમારીની ફરિયાદ રહેશે. તથા પગના દુ:ખાવાની પણ ફરિયાદ રહેવાની શકયતા રહેલી છે.

આર્થિક-વેપાર: તુલા રાશિના જાતકોને આર્થિક તથા વેપાર બાબતે આ વર્ષની શરૂઆત પ્રગતિકારક ગણાય-વેપારમાં વૃધ્ધિ નોંધાય પરંતુ થયેલી આવકનું બેંક બેલેન્સ કરવું જરૂરી બનશે. વર્ષના મધ્યથી અંત સુધી વિદેશ વેપાર તથા ગુજરાત બહારનાં વેપાર મળવાના યોગ ખરા. શેર માર્કેટમાં કરેલું રોકાણ લાંબે ગાળે લાભ આપે તેવી શકયતા નોકરીયાત વર્ગને આ વર્ષની શરૂઆત મધ્યમ પરંતુ ત્યાર પછીનો ગાળો મહેનત વધુ કરાવે પરંતુ તેનો લાભ પણ પૂરેપૂરો અપાવશે.

પારિવારિક બાબત: પારિવારિક બાબતે જોતા કૌટુંબીક વાતોનો ભોગ બનવું પડે પરંતુ તેમાં ધ્યાન દેવું નહી વર્ષનાં મધ્યભાગમાં લાંબી યાત્રાના યોગ ખરા તથા ધાર્મિક યાત્રાના પણ યોગ ખરા મુસાફરી થોડી સાવચેતી પૂર્વક કરવી. જરૂરી બનશે. પોતાના સંતાનો માટે આ સમયે પ્રગતિકારક ગણાય. જે લોકો વિવાહ યોગ્ય છે. તેમના વિવાહ થઈ શકે છે.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગને આ વર્ષ એકદમ સારૂ અને ઉત્તમ જવાના યોગ છે. બસ ખાસ કરીને જેઓ ઉચ્ચ અભ્યાસ કરે છે. તેઓને પોતાનું એડમિશન યોગ્ય જગ્યાએ લેવું જરૂરી બનશે.

પૂજા-ઉપાસના-ઉપાય: તુલા રાશિના જાતકોએ કુળદેવીની ઉપાસના લક્ષ્મીજીની ઉપાસના કરવી શુભ રહેશે.

વૃશ્ચિક : (ન,ય)8 5આરોગ્ય: વૃશ્ચિક  રાશિને આરોગ્ય બાબતે આ વર્ષ એકંદરે સારૂ જાય તેવા યોગ છે. આ ઉપરાંત જે લોકોને કાનની બિમારી છે. તેઓએ સાવચેત રહેવું જરૂરી બનશે. વૃશ્ચિક  રાશિના જાતકોએ આ વર્ષે ખાવા-પીવામાં ધ્યાન રાખવાથી શારીરીક સુખમાં વધારો થાય, જૂની બિમારી દૂર થાય તેવા યોગ છે.

આર્થિક વેપાર નોકરી: વૃશ્ચિક  રાશિના જાતકને ચંદ્ર ગુરૂનો ગજકેસરી યોગ થતા વેપાર આર્થિક બાબતે પ્રગતિ થાય તે ઉપરાંત નવા વેપાર મળવાના પણ વર્ષની શરૂઆતમાં યોગ ખરા પરંતુ માર્ચ મહિના પછી વર્ષના અંત સુધી વારસાગત વેપારમાં આઠમે રાહુ આવતા સાવચેતી રાખવી વેપારમાં વૃધ્ધિતો થાય પરંતુ મતભેદ થાય તેવી શકયતા વધારે રહેલી છે.

તે ઉપરાંત આર્થિક બચત પર જોર વધારે રાખવું જરૂરી બનશે. નોકરીયાત વર્ગને આ વર્ષ દરમિયાન મધ્યમક ફળ મળે તેવું જણાય છે. વર્ષની શરૂઆતમાં પ્રમોશન મળવાના યોગ ખરા નવી નોકરી મળવાના પણ યોગ ખરા.

પારિવારિક બાબત: પારિવારિક બાબતે જોઈએ તો આ વર્ષ પરિવારમાં સુખ સંપત્તિ અને શાંતિ લાવવા વાળુ બને બહેનોને પણ આનંદ ઉત્સાહનો અનુભવ થાય પોતાના સંતાનો પણ પ્રગતિ કરે અને આદર ભાવ આપે વર્ષના મધ્યથી અંત સુધી વારસાગત પ્રશ્નોનો ઉદભવ થાય વારસાકીય મળતા લાભ ઓછા થાય તેવી શકયતા રહેલી છે. જમીન મકાનનાં પ્રશ્ન ઉદભવે પરંતુ પોતાના જમીન મકાનમાં લાભ રહે. બહેનોએ આર્થિક બચત પર જોર રાખવું.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમિયાન અભ્યાસમાં એકાગ્રતા કેળવવાથી ધાર્યા પરિણામની આશા ફળે વિદ્યાર્થીઓએ પારિવારિક પ્રશ્નોથી દૂર રહેવું તથા વાહન પરિક્ષા સમયે સાવચેતી પૂર્વક ચલાવવું જરૂરી રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળે. ડિગ્રી મેળવવામાં થોડી વધારે મહેનત બાદ સફળતા મળે ખાસ કરીને મહેનતમાં જોર રાખવું જરૂરી.

પૂજા-ઉપાસના ઉપાય ગણપતિની ઉપાસના તથા કૌટુંબીક ગુરૂની ઉપાસના, સુરાપુરા, પિતૃ દેવની ઉપાસના કરવી સારી રહે.

ધન: (ભ,ફ,ધ)9 4આરોગ્ય: ધન રાશિના જાતકોને આરોગ્ય બાબતે જોઈએ તો શનિની પનોતી છાતીએથી ચાલે છે. જે સોનાના પાયે છે. જે ચિંતા કરાવે આરોગ્ય બાબતે ધ્યાન રાખવું માનસિક ટેન્શનથી દૂર રહેવું વ્યસનોથી દૂર રહેવું તથા યોગ્ય ચેકઅપ કરાવતા રહેવું ખોટી દોડધામ કરવાથી આરોગ્ય બાબતે શારીરીક બિમારી આવી શકે. કોઈ કાયમી બિમારીનો પણ ભોગ બની શકે આથી શરીરની ખાસ કાળજી લેવી આ વર્ષ દરમિયાન જરૂરી બનશે.

આર્થિક વેપાર-નોકરી: આર્થિક અને વેપાર બાબતે શનિની પનોતી છાતીએ અને સોનાના પાયે હોવાથી તથા રાહુ સાતમા સ્થાનેથી પસાર થતો હોવાથી વેપાર ખૂબજ સાવચેતી પૂર્વક કરવો તે ઉપરાંત ભાગીદારી બાબતે ખોટા મદભેદ ટાળવા તથા આર્થિક દેણુ કરવું નહી લોન હોય તો યોગ્ય સમયે ભરપાઈ કરવી જરૂરી. વારસાગત વેપારમાં પણ વર્ષની શરૂઆતમાં વેપારના સોદા યોગ્ય જગ્યાએ કરવા જરૂરી બનશે. ટુંકમાં આ વર્ષે વેપારમાં પુરતુ ધ્યાન આપવું જરૂરી રહેશે.

નોકરીયાત વર્ગને આ વર્ષે બને ત્યાં સુધી જૂની જગ્યાએ નોકરી હોય તે બદલાવી હિતાવહ નથી નોકરીમાં થોડુ ટેન્શન રહેવાની શકયતા ખરી. પરંતુ આ વર્ષ સાવધાની અને સમજદારી પૂર્વક પસાર કરવું.

પારિવારિક બાબત: પારિવારિક બાબતે આ વર્ષે બહેનોએ કોઈપણ જાતના માન સન્માનની અપેક્ષા રાખ્યા વગર કામકાજ કરવું જરૂરી ખોટા વિચાર કરવા નહી, ખર્ચા પર કાબુ રાખવો, આરોગ્ય જાળવવું તથા પતિ-પત્નીએ ઘરમાં સમજદારી પૂર્વક અને દરેક સમસ્યાનો સાથે મળી નિવારણ કરવાનો પ્રયત્ન કરવો જરૂરી બનશે. ધનરાશિના જાતકોને જેઓને નાનુ મકાન લેવું છે તેને યોગ છે. પરંતુ યોગ્ય મકાન લેવું જરૂરી સોદામાં સજજનને રાખવા જરૂરી.

વિદ્યાર્થી વર્ગ: ધનરાશિના વિદ્યાર્થીઓને આ વર્ષે સૌ પ્રથમ ખોટા મિત્રોની સંગતથી દૂર રહેવું વ્યસનમાં પડવું નહી અભ્યાસ એકાગ્રતા પૂર્વક કરવો જરૂરી બને છે. માનસિક સ્થિરતા રાખી અભ્યાસ કરવો અને આરોગ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું જરૂરી બનશે.

પૂજા-ઉપાસના ઉપાય: શનિની પનોતી સોનાના પાયે હોવાથી શનિની ઉપાસના કરવી. હનુમાનજીની ઉપાસના કરવી તથા મહાદેવજીની ઉપાસના કરવી ફળદાયી રહેશે.

મકર: (ખ,જ)10 5આરોગ્ય: મકર રાશિના જાતકોને લોઢાના પાયે પનોતી હોવાથી કષ્ટદાયક આરોગ્ય બાબતે જોઈએ તો માનસિક ખોટા વિચારોથી દૂર રહેવું તેનાથી લાભ મળશે. તથા પિત્ત તથા કફની મિશ્ર પ્રકૃતિ વાળુ વર્ષ રહેશે વાયુજન્ય બિમારીમાં વધારો થાય તે ઉપરાંત માથાના દુ:ખાવાની પણ ફરિયાદ રહે. ખોટા સ્વપ્ન આવવા, ભયાનક સ્વપ્ન આવવાની પણ શકયતા ખરી.ક્રોધ થી બચવું જરૂરી બનશે.

આર્થિક વેપાર નોકરી: આર્થિક અને વેપાર બાબતે આ વર્ષ મધ્યમ રહેશે આ ઉપરાંત વેપાર બાબતે જોઈએ તો યોગ્ય વ્યકિત સાથે વિચાર કરી વેપાર કરવો. જે લોકો નાના વેપારી છે. તેઆએ આ વર્ષે વેપારમાં પુરતુ ધ્યાન આપવું આથી વેપાર પૂરતો થાય પોતે કરેલી કરકસર લાભ આપે વેપારમાં ખર્ચથી દૂર રહેવું જે લોકો પેટ્રોલીયમ પેદાશ અથવા કમિશનથી વેપાર કરે છે.

તેઓએ સાવચેતીથી વેપાર કરવો જરૂરી બનશે. નોકરીયાત વર્ગે આ વર્ષે જેટલી મહેનત એટલુ ફળ મળે તેવી આશાથી કામ કરવું મહેનત પર જોર આપવું સહ કર્મચારી સાથે મતભેદથી દૂર રહેવું અધિકારી વર્ગ સાથેના મતભેદથી દૂર રહેવું જરૂરી બનશે.

પારિવારિક બાબત: પારિવારિક બાબતે સ્ત્રીઓ એ માનસિક ટેન્શનનો સામનો કરવો પડે. ખોટી વિચારધારાનો પણ સામનો કરવો પડે જો સાસુ સસરા હોયત તેની સાથે સુમેળ રાખવો લાભકારક રહેશે ભાઈઓએ પારિવારિક બાબતે ઘરના ટેન્શનથી દૂર રહેવાથી દરેક જગ્યાએ લાભ મળવાના યોગ છે. ગૂરૂ પૂર્ણિમાથી દિવાળી વચ્ચેના સમયગાળા દરમિયાન જે લોકો વિવાહ યોગ્ય છે. તેઓને લગ્નના યોગ વધારે છે.

વિદ્યાર્થીવર્ગ: વિદ્યાર્થી વર્ગને લોઢાના પાયે માથેથી પનોતી હોવાથી મહેનત કરતા અડધુ ફળ મળશે તેવી આશાથી જ આગળ વધવું ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એકદમ એકાગ્રતા અને ધ્યાન પૂર્વક મહેનત કરવાથી આગળ વધવું નહીતર વર્ષ બગડે તેવી શકયતા છે.

પૂજા-ઉપાસના -ઉપાય: આ રાશિના જાતકોએ પનોતી હોવાથી શનિ દેવ તથા હનુમાનજીની ઉપાસના લાભકારક રહે તે ઉપરાંત પોતાના ગૂરૂદેવ થકી આપેલ પૂજા મંત્રની ઉપાસના કરવાથી પણ રાહત મળે.

કુંભ: (ગ,સ,શ)11 5આરોગ્ય: કુંભ રાશિના જાતકોને આ વર્ષ આરોગ્ય બાબતે સારૂ રહેવાના યોગ ખરા. પરંતુ આળસથી બચવું જરૂરી છે. ક્રોધથી પણ બચવાથી આરોગ્ય બાબતે આ વર્ષ ઉત્તમ બની રહેશે. તથા રાહતકારક રહેશે.

આર્થિક-વેપાર-નોકરી: આર્થિક બાબતે જોઈએ તો આ વર્ષે આવકમાં વધારો નોંધાય તથા વેપારમાં વૃધ્ધિ થાય. આ ઉપરાંત નવા વેપાર મળવાના પણ યોગ ખરા વેપારમાં નવા ગ્રાહક મળવાની શરૂઆત થાય. અટકેલો વેપાર આગળ વધે આ ઉપરાંત વેપારિક જગ્યામાં પ્રગતિ થાય તેવા યોગ ખરા.

નોકરિયાત વર્ગે આ વર્ષની શરૂઆતમાં અધિકારી વર્ગ સાથે કે સહકર્મચારી સાથે થોડા મતભેદ રહે પરંતુ વર્ષના મધ્ય અને અંતમાં ભતભેદ દૂર થઈ જાય અને પ્રમોશન મળવાના યોગ ખરા અને પગારમાં વધારો થવાના યોગ ખરા.

પારિવારિક બાબત: પારિવારિક બાબતો અંગે પોતે ખોટુ દભ, અભિમાન કરવું નહી બધાની વાત સાંભળીને કામ કરવું, આમ કરવાથી કુટુંબ પરિવારમાં સંપ વધશે. કુટુંબ પરિવાર બાબતે આ વર્ષ સારૂ છે. આ ઉપરાંત જે લોકોને પોતાનું મકાન નથી તેઓને પણ પોતાના જમીન-મકાનના યોગ ખરા.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓએ સમજદારી પૂર્વક અભ્યાસ કરવાથી ધાર્યા પરિણામ પ્રાપ્ત થાય ડોકટર જેવી ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરે છે. તેઓને પણ આ વર્ષ સારા પરિણામની આશા છે માત્ર અભ્યાસમાં એકાગ્રતા કેળવવી ખોટી દોડધામ કરવી નહી.

પૂજા-ઉપાસના-ઉપાય: વિષ્ણુ ભગવાનની ઉપાસના, કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનની ઉપાસના પૂજા-પાઠ સાથે લક્ષ્મીજીની ઉપાસના ફળદાયી બને.

મીન: (દ,ચ,ઝ,થ)12 4આરોગ્ય: મીન રાશિના જાતકોએ આ વર્ષે આરોગ્ય બાબતે વર્ષની શરૂઆત સારી રહેશે. પરંતુ માર્ચ મહિનાથી ચોથા સ્થાનમાં માતૃ સ્થાનમાં રાહુ આવતા પોતાની તબીયત, પોતાના માતા પિતાની તબીયત બાબતે ખાસ ધ્યાન રાખવું મોટી ઉમરનાને શ્વાસની બિમારી બીપી, તથા ડાયાબીટીસની બિમારી હોય તો સાવચેતી રાખવી યોગ્ય ચેકઅપ કરાવવું જરૂરી બનશે.

આર્થિક-વેપાર-નોકરી: આર્થિક અને વેપાર બાબતે આ વર્ષની શરૂઆત પ્રગિતકારક ગણાય પરંતુ વેપારમાં કોઈ ઉતાવળ નિર્ણય લેવા નહી નહીતો પાછળથી મુસિબત આવી શકે છે. આ ઉપરાંત જે લોકો ઘર અને વેપારની જગ્યા સાથે હોય તેઓએ ખૂબ સાવચેત રહેવું વેપારમાં ખોટા ઝઘડાથી બચવુ લોન તથા આર્થિક બોજ રાખવો નહી.

ગુરૂનું પાંચમી દ્રષ્ટી ચંદ્ર પર હોવાથી સમજદારી પૂર્વક વેપાર કરવાથી પ્રગતિ થાય ચોથા સ્થાનના રાહુની ઉપાસના કરવાથી પ્રગતિ થાય નોકરીયાત વર્ગે આ વર્ષ શાંતિથી પસાર કરવું જેથી લાભ થશે. નહીંતો મુસીબત આવી શકે છે.

પારિવારિક: કુટુંબ પરિવારમાં બહેનોએ વર્ષની શરૂઆત એકદમ ઉત્તમ અને શાંતિપૂર્વક પસાર થશે.પરંતુ માર્ચ મહિનાથી ચોથે રાહુ આવતા પારિવારિક મતભેદથી દૂર રહેવું પોતાના આરોગ્યનો તેમજ સંતાનના આરોગ્યનો ખ્યાલ રાખવો અને સગા સંબંધી પડોશી સાથે હળી મળીને રહેવું જમીન મકાનના પ્રશ્નો ઉદભવી શકે છે. ભાઈઓએ પોતાના માતા પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું.

વિદ્યાર્થી: વિદ્યાર્થીઓના વર્ષની શરૂઆત સારી રહેશે. વિચારોમાં એકાગ્રતા આવે દરરોજ ધ્યાન અને યોગ કરવાથી એકાગ્રતા જળવાય પરંતુ માર્ચ મહિનાના સમયથી ચોથે રાહુ આવતા અભ્યાસમાં ધ્યાન આપવું બીન જરૂરી ખાણીપીણીથી બચવુ, ઉચ્ચ અભ્યાસ કરે છે તેઓએ પણ સાવચેતી પૂર્વક અભ્યાસ કરવો અને જે લોકો ધો.૧૦/૧૨માં અભ્યાસ કરે છે તેઓએ પોતાની ડીગ્રીની લાઈન યોગ્ય સલાહ લઈને લેવી

પૂજા-ઉપાસના-ઉપાય: મીન રાશિના જાતકોએ મહાદેવજીની ઉપાસના તથા પોતાના કુળદેવી અને નવદુર્ગા માતાની ઉપાસના કરવી ફળદાયી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.