રાજ્યમાં NSFA કાર્ડધારકોને અનાજ વિતરણની જાહેરાત

NSFA કાર્ડધારકોને વધુ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા આપવાની જાહેરાત

સીએમઓ અગ્રસચિવ અશ્વિની કુમારે આજે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતા મફત અનાજ વિતરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં NSFA કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે.

અગાઉની જેમ જ મે મહિનામાં પણ ગરીબ અને મધ્યવર્ગના લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. NSFA કાર્ડધારકોને વધુ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા આપવાની જાહેરાત કરી હતી. જે આગામી 17મી મેથી 27મી મે સુધી અનાજ વિતરણ કરાશે અને જરૂરિયાતમંદોને અનાજ મળશે.

જયારે કે અમદાવાદ શહેરમાં NFSA કાર્ડધારકોને વિતરણ નહીં કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 18થી 23મે સુધી અમદાવાદમાં માત્ર APL – 1 કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે.

જ્યારે અમદાવાદમાં બાકી રહી જનારાઓને 23મીએ અનાજ વિતરણ કરવામાં આવશે.

અશ્વિની કુમારે  જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કાર્ડના છેલ્લા આંકડાના આધારે અનાજ વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. જે લોકોના કાર્ડના છેલ્લા આંકડામાં 1 હશે તેમને 17 તારીખે અને 2 હશે તેમને 18મી તારીખે અનાજ વિતરણ કરવામાં આવશે.

 

Loading...