Abtak Media Google News

બાળકોએ અદભુત કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા

૬ રાજ્ય અને ૧૧૦ શહેરમાં જીવન ઉપયોગી પ્રોગ્રામ આપનાર માઈન્ડ,મેમરી અને મોટીવેશનલ ટ્રેનર હેતલ હિંગરાજીયા સાંચલિત HHHસ્કૂલ ઉપલેટા ની અંદર ૪થું વાર્ષિક ફંકશન રાખવામાં આવેલ હતું, જેમાં બાળકોએ ખૂબ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું હતું, એક એકથી ચડિયાતી કૃતિ રજૂ કરી બધા બાળકોએ ઓડિયન્સ ને છેક સુધી જકડી રાખી હતી, આ પ્રોગ્રામની અંદર હેતલ્સ હેપી હોમના હોનહાર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

રાજ કપુપરા ના વાલી એ જણાવેલ કે હેતલ સર નું પ્રેમાળ હેત, અલ્કા મેમ ના અમૂલ્ય આશીર્વાદ, HHH સ્ટાફની નિખાલસ મૌલિકતા, કાલે જે વરસાદ બનીને વર્ષયા છે, અમારી નાની કળીઓ જાણે ગુલાબ બનીને મહેકવા લાગી.અને HHHસ્ટાફ ની દિવસોની મહેનતે વાલીઓ ને પ્રોગ્રામ ચાલુ થયાથી અંત સુધી  સરસ આયોજન , સરલ અને ગમી જાય તેવા ગાયનો પર બાળકો ના મોહક સ્ટેપઁસ તેમની સુઘળ અદાઓ… વાહ… સુંદર અને જીવન ઉપયોગી સંદેશા આપતી એક્ટ… સરાહનીય… હેતલસર નું પ્રેરક અને મનનીય વક્તવ્ય… અભિનંદન HHHટીમ… આવુ તો ઘણું બધું વાલી કહેવા માટે મજબૂર થઈ ગયા હતા. આ પ્રોગ્રામ મા દાનભાઈ ચંદ્રવાડીયા, નિકુલભાઈ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, ભાવેશ ભાઈ સુવા, મયુર ભાઈ સુવા, ભરત ભાઈ રાણપરિયા, કિરીટભાઈ રાણપરિયા, પ્રોફેસર ભેડા સાહેબ, જે.સી. આઇ ગ્રુપ, ધવલ સર શાહ વગેરેએ હાજરી આપી બાળકોને ઉત્સાહ પૂરો પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.