Abtak Media Google News

ઇન્ડિયાના ૧૭૦૦ નીટના ટોપર્સમાંથી અનિષ ત્રિવેદીએ પ૬મું સ્થાન મેળવ્યું

બાયોલોજી ગ્રુપના સાયન્સના વિઘાર્થીઓ માટે રાજકોટનો અનિષ ત્રિવેદી ઉદાહરણ ‚પ બન્યો છે. આર્મ્ડ ફોસીંસ મેડીકલ કોલેજની એન્ટ્રન્સ એકઝામમાં સમગ્ર ગુજરાતમાંથી ડો. નીમીષ અને ડો. બીના ત્રિવેદીનો પુત્ર અનિષ ત્રિવેદીની પસંદગસ થઇ છે. વર્ષ ર૦૧૯ના જૂનમાં મેડીકલ માટેની પ્રવેશ પરીક્ષા નીટના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિઘાર્થી ત્રિવેદી અનિશે ૭ર૦ માંથી ૬૦૦ માર્કસ મેળવી નેશનલ રેન્ક પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધારેલ. ત્યારબાદ અનિષનું બાળપણથી જે સ્વપ્ન હતું કે કોઇપણ પ્રકારે ઇન્ડીયન આર્મીમાં જોડાઇ અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પીત કરવું. નીટ માં ઝળહળતી સફળતા મેળવેલ અનિષ ગુજરાતમાં કોઇપણ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી અને અન્ય વિઘાર્થીઓની જેમ મેડીકલ ક્ષેત્રમાં કારકીર્દી ઘડી શકતો હતો પરંતુ ડો. માતાન પિતાના એક માત્ર પુત્ર અનિષે એક અલગ જ કેડી કંડારી અને ઘણા બધા વિઘાર્થીઓને એક નવી રાહ બતાવી છે.

Advertisement

આમ્ડ ફોર્સિસ મેડીકલ કોલેજની પસંદગી પરીક્ષા ખુબ જ અધરી હોય છે. સૌ પ્રથમ તો વિઘાર્થી નીટમાં નેશનલ રેકીંગ પ્રાપ્ત કરેલો હોવો જોઇએ અને આ ઉપરાંત શારીરિક માપદંડમાં અને શારીરિક પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલો હોવો જોઇએ. એએફએમસી દ્વારા ઇન્ડીયાના કુલ ૧૭૦૦ નીટ ના ટોપર્સને ઇન્ટવ્યુ માટે બોલાવવામા આવેલ હતા. તેમાં અનિષે ઇન્ડીયા લેવલે ૫૬મું સ્થાન મેળવેલ છે. અને સમગ્ર ગુજરાતમાંથી પસંદગી થયેલ હોય તેવો તે એક માત્ર વિઘાર્થી છે.

અનિશના પિતા રાજકોટના ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ ડોકટર નીમીશભાઇ ત્રિવેદી તથા ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ માતા બીનાબેન ત્રિવેદીનો પુત્ર છે. અનિશ પોતાની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ અને તેના માતા-પિતાને આપતા જણાવે છે કે સ્કુલની ફેકલ્ટીઝનો વિઘાર્થીઓ સાથેનો વ્યકિતગત સંપર્ક, પરીક્ષા આયોજન અને દરેક પરિક્ષાઓ પછી અપાતું ફોલોઅપવર્કે અનિશની કારકીર્દીને ચાર ચાંદ લગાવી દીધા છે.

આ પ્રકારના વાતાવરણને કારણે અનિષે નીટમાં ઝળહળતી સફળતા મેળવી પરિણામે એએફએમસી ના માપદંડોમાં પસંદ થઇ અને અને આજે ઉત્કર્ષ સ્કુલ, ત્રિવેદી પરિવાર અને માત્ર રાજકોટ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે. અનિષ ત્રિવેદીને મુલાકાત દરમ્યાન ‘અબતક’પરિવારે અભિનંદન આપ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.