Abtak Media Google News

સુપરહિટ ફિલ્મ ‘રામ લખન’ને હાલમાં 30 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે બંને કલાકારે 1989માં રિલીઝ થયેલી એ ફિલ્મના કેટલાક ગીતો પર ડાન્સ કરીને બોલિવૂડ સ્ટાર્સ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની એનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બંને કલાકાર ફિલ્મનાં બે ગીત ‘બડા દુઃખ દીના ઓ રામજી’ અને ‘માય નેમ ઈઝ લખન’ સોંગ ઉપર ડાન્સ સાથે મસ્તી કરતાં નજર આવ્યા છે. આ વીડિયો શેયર કરીને માધુરીએ એની કેપ્શનમાં લખ્યું છે, ‘આજે ‘રામ લખન’ને 30 વર્ષ થયા છે અને આ ગીત પર ડાન્સ કરીને ઘણી સુંદર યાદોંને તાજી કરું છું. ‘રામ લખન’ ટીમ સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો.’

 

View this post on Instagram

 

Today marks #30YearsOfRamLakhan and dancing on this song brings back so many beautiful memories. It was fabulous working with the team of #RamLakhan ???? @anilskapoor @subhashghai1 @apnabhidu #PareshRawal @anupampkher

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ ઉપરાંત અનિલ કપૂરે માધુરીનાં વિડિયોને રીટ્વીટ કર્યો છે અને લખ્યું છે, ‘રામ લખન’ની વર્ષગાંઠે આપણે ફરી ભજવણી કરી રહ્યાં છીએ તે આનંદની વાત છે. #30YearsOfRamLakhanની સિદ્ધિની ઉજવણી કરવાનો આનાથી સારો રસ્તો કે સારી વ્યક્તિ બીજી કોઈ નહીં.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.