Abtak Media Google News

અસહ્ય ભાવ વધારા મુદે ટોલનાકા લડત સમિતિ દ્વારા છેલ્લા ૨ માસથી રજૂઆતો કરાય છે પરિણામ ન મળતા લેવાયો નિર્ણય

ઉપલેટા પાસે ડુમિયાણી ગામે આવેલ નેશનલ હાઈવે સંચાલીત ટોલનાકા ઉપર અરદસ્ય ભાવ વધારો લેવામાં આવતા છેલ્લા બે માસથી ટોલનાકા લડત સમિતિ દ્વારા વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતા પરિણામ નહિ આવતા આગામી તા.૨ એપ્રીલ ઉપલેટા બંધનું એલાન આપવામાં આવેલ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમીયાણી ગામ પાસે આવેલ ટોલનાકા ઉપર ઊપલેટાના વાહન ધારકો પાસેથી સૌરાષ્ટ્રમાં કયાંય ટોલનાકા ઉપર ન હોય તેવો ભારેખમ ટોલટેક્ષ વસુલાતો હોવાથી શહેરમાં ટોલટેક્ષ મૂકિત સમિતિ દ્વારા છેલ્લા બે માસથી સંસદસભ્ય, ધારાસભ્ય, કલેકટર, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનાઓને રજૂઆતો કરેલ પણ છેલ્લે કલેકટરના માધ્યમથી ટોલટેક્ષ મૂકિત સમિતિ અને નેશનલ હાઈવે ઓથોરીટી વચ્ચે થયેલ મીટીંગમાં જે લોકલ વાહન ચાલકો પાસેથી રૂા.૪૫ લેવામાં આવે છે તેમાં ઘટાડો કરવા વાટાઙઘાટો તેમાં નેશનલ હશ,વે ઓથોરીટીએ સાત દિવસની મુદત લાગતા આ સાત દિવસ જતા રહેવા છતા કોઈ ઉકેલ નહી આવતા ગઈકાલે મળેલ મીટીંગમાં ઉપલેટા ટોલટેક્ષ મૂકિત સમિતિ દ્વારા આગામી તા.૨ એપ્રીલ શહેર બંધનું એલાન આપવાનું નકકી કરેલ તા.૨જી એપ્રીલે સવારે આઠ વાગે કોલકી રોડ ઉપર આવેલ મુછાળા ચોકમાં તમામ વાહન ધારકોને એકત્ર થઈ ત્યાંથી ટોલનાકા પાસે ચકકાજામ કરી લડતના મંડાણ કરવામાં આવશે. તેમ ટોલટેક્ષ મૂકિત સમિતિ દ્વારા જણાવવામા આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ઉપલેટા પંથકમાં રહેતા નાગરિકો માટે ડુમિયાણી ટોલનાકુ માથાના દુખાવા સમાન બની ગયું છે. અહીંથી નીકળતા લોકોને વારંવાર ટોલ ટેકસના ચુકવણા કરવા પડે છે તેમાં પણ ટોલ ટેકસમાં કરવામાં આવેલા અસહય ભાવ વધારાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જનઆક્રોશનાં લીધે ટોલનાકા લડત સમિતિએ અવાર-નવાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતુ આ રજુઆતો કારગત ન નિવડતા અંતે ટોલનાકા લડત સમિતિએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જે અન્વયે આગામી ૨, એપ્રિલથી ઉપલેટાને સજજડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના એલાનને લોકોએ પણ સમર્થન આપ્યું છે.

4. Thursday 2 3

ઉપલેટામાં રાત્રે ૧.૭ની તીવ્રતાનો ભૂકંપ

રાજયમાં ભૂકંપના આંચકા યથાવત છે. ત્યારે હવે ઠંડી ઓછી થતા ભૂકંપના આંચકા આવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે રાત્રે ૯.૫૭ વાગ્યે ઉપલેટામાં ૧.૭ ની તીવ્રતાનો અને વહેલી સવારે ૭.૪૬ વાગ્યે ૧.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સીસ્મોલોજી ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રાત્રે ૯.૫૭ કલાકે ઉપલેટાથી રપ કી.મી. દૂર ૧.૭ રીકટર સ્કેલનો આંચકો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે ૭.૪૬ કલાકે દિશાથી ૧ર કી.મી. દૂર ૧.૮ રિકટર સ્કેલનો ભૂકંપ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે અને અગાઉ કચ્છના દુધઇમાં ૮ કલાકમાં પાંચ ભૂકંપના આંચકા નોંધાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.