Abtak Media Google News

નવીદિલ્હીના તુસાદ મ્યુઝિયમમાં ‘અનારકલી’ મધુબાલાનું સ્ટેચ્યું મુકાયું

ફિલ્મ મુગલે આઝમમાં અનારકલીની ભૂમિકા ભજવીને અમર થઈ ગયેલી અભિનેત્રી મધુબાલાનું મીળનું સ્ટેચ્યુ નવી દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું છે. જેમાં મધુબાલાને અનારકલી અવતારમાં જ રાખવામાં આવી છે.મધુબાલાનું સ્ટેચ્યુ અનાવૃત કરાયું તે વેળાએ તેના બહેન ત્યાં મોજુદ હતા તેમણે મેડમ તુસાદનો આભાર માન્યો હતો અને ખુશી વ્યકત કરી હતી. દિલ્હીના તુસાદ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, લેડી ગાગા, આશા ભોંસલેના વેકસ સ્ટેચ્યુ પણ છે.મધુબાલાએ મુગલે આઝમ, દુલારિ, મહલ, હાવરાબ્રીજ, કાલાપાની, દો ઉસ્તાદ, હાફ ટિકિટ જેવી હીટ ફિલ્મો આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.