Abtak Media Google News

છતીસગઢના રાજયપાલ ટંડનના નિધન બાદ આનંદીબહેન સંભાળશે બેવડી જવાબદારી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બલરામદાસ ટંડનના નિધન બાદ મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલને છતીસગઢની વધારાની જવાબદારી પણ સોંપી સુત્રોના જણાવ્યા પ્રમાણે છતીસગઢના રાજયપાલની નિમણુંક સુધી આનંદીબેન વધારાની જવાબદારી સંભાળશે.

ભાજપના માતૃ સંગઠન જનસંઘના સંસ્થાપક સભ્ય માના એક ટંડનનું હૃદયરોગના હુમલાથી રાયપૂરની એક સરકારી હોસ્પિટલમાં નિધન થયું હતુ તેઓ ૯૦ વર્ષના હતા.ઉલ્લેખનીય છે કે છતીસગઢના રાજયપાલ બલરામદાસ ટંડને જુલાઈ ૨૦૧૪માં રાજયપાલ તરીકેનો હોદો સંભાળ્યો હતો.

તેમના નિધનથી શોક પ્રગટ કરતા છતીસગઢના મુખ્યમંત્રી ડો. રમન સિંહે જણાવ્યું કે ટંડનને ડો. આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયારે બપોરે લગભગ ૨.૧૦ વાગ્યે તેમનું નિધન થયું હતુ તેમણે છતીસગઢના વિકાસને લઈને ઘણુ કામ કર્યું તેમણે હંમેશા મા‚ માર્ગદર્શન કર્યું.

છતીસગઢના રાજયપાલ બલરામદાસ ટંડનના નિધન બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલને છતીસગઢના રાજયપાલની વધારાની જવાબદારી સોંપવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.