આણંદ:વિદ્યાનગર રોડ પર આવેલ તક્ષશીલા ફલેટમાંથી કૂટણખાનું ઝડપાયું

341
Anand
Anand

આણંદના પોશ વિસ્તાર ગણાતા વિદ્યાનગર રોડ પર બીગ બાજાર પાછળ આવેલ તક્ષશીલા ફલેટમાંથી કૂટણખાનું ઝડપાયું હતું. આણંદનો એક શખ્સ પરપ્રાંતમાંથી યુવતીઓ લાવીને દેહ વ્યાપારનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડી ફલેટ માંથી ત્રણ યુવતિ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો.

આણંદ વિદ્યાનગર રોડ ઉપર બીગ બજાર પાછળ તક્ષશીલા ફલેટમાં એલસીબી પોલીસે સાદા ડ્રેસમાં ગ્રાહક તરીકે ફલેટ નં 502માં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું બહાર આવ્યું તેના આધારે પોલીસે રેડ પાડી ત્રણ યુવતિ અને એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અલ્પેશ ઉર્ફે ટીકો ભગવાન ગોહેલ રહે. લોટીયા ભાગળ હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતાં ચાવડાપુરા વિસ્તારમાં રહેતા ખુશી નામનો યુવક પર પ્રાંતમાંથી યુવતિઓ લાવીને અનૈતિક ધંધો ચલાવતો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ચારેય વિરૂદ્વ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

Loading...