Abtak Media Google News

જીતો’નું રાજકોટ ચેપ્ટર જૈનોના પરસ્પર આદાન-પ્રદાન અને વેપાર-ઉદ્યોગના સંભવિત પ્રશ્ર્નો ઉકેલશ

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ના રાજકોટ ચેપ્ટરનું પ્રિ-લોન્ચિંગને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સમારોહમાં ફકત એક કલાક દરમિયાન જ ૨૫ પેટર્ન નોંધાઈ ગયા. હવેથી રાજકોટ ચેપ્ટર નીચે જામનગર, જુનાગઢ, મોરબી અને કચ્છ સહિતની શાખાઓ કામગીરી કરશે. ગઈકાલની બેઠકમાં ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ દેનાણી અને જયેશભાઈ શાહ સહિતના ૨૫ આગેવાનો પેટર્ન નોંધાયા હતા. આગામી લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) વિવિધ ક્ષેત્રના જૈન વેપારીઓ, ઉધોગપતિઓ, બુદ્ધિજીવોનો તથા વ્યાવસાયિકોનું બનેલું એક વિશ્ર્વ વ્યાપી સંગઠન છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૫૧ ચેપ્ટર જીતો દ્વારા ખોલવામાં આવ્યા છે ત્યારે ગઈકાલના રોજ રાજકોટ ખાતે પ્રિ-લોન્ચીંગ મિટીંગ યોજવામાં આવી હતી. જે અંતર્ગત ડેપ્યુટી કલેકટર હર્ષદ વોરા, જીતો ઓર્ગેનાઈઝેશનના વાઈસ ચેરમેન અશોક શાહ, જીતો અમદાવાદના ડાયરેકટર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ હસમુખ ગઢેચા તથા જીતોના સભ્યો સાથે રાજકોટના અગ્રણીઓ અને ૨૫૦ જેટલા જૈન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જીતો વિશ્ર્વભરના જૈનોને સંગઠિત થઈ એક સામુહિક બળ રચીને તેના હેતુઓ સિદ્ધ કરવામાં યોગદાન આપવા તથા સાથે મળીને કામ કરવા માટે આમંત્રણ આપે છે. પરસ્પરના આદાન-પ્રદાન દ્વારા જીતો વેપાર અને ઉધોગ સંબંધિત પ્રશ્ર્નો ઉકેલવા માટે સાથે મળીને આયોજન કરવા, વ્યુહો ઘડવા તથા નવી સંભાવનાઓ વિકસાવે તેવું એક નેટવર્ક રચવા ઈચ્છે છે.

જીતો ઓર્ગેનાઈઝેશન દ્વારા હાલ અલગ-અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે પૈકી ‘જીતો એડમીનીસ્ટ્રેટીવ ટ્રેનિંગ ફાઉન્ડેશન’, ‘બેંક પીઓ એકાઝ ટ્રેનિંગ’, ‘હોસ્ટેલ પ્રોજેકટ’, ‘શ્રમણ અરોગ્યમ’, જીતો શકિત કાર્ડ, જીતો ચેપ્ટર ધ મેમ્બરશીપ ડેવલોપમેન્ટ, જીતો બિઝનેસ કાઉન્સીલ, જીતો આઈ.ટી., જીતો પી.આર.એન્ડ મીડિયા, જીતો બિઝનેસ નેટવર્કીંગ, જીતો એમ્પ્લોયમેન્ટ અસિસટન્ટ પ્રોગ્રામ, જીતો મેટરેમોનીઅલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, સામેલ વધુમાં જીતો એપેક્ષ અમદાવાદના ડાયરેકટર હસમુખ ગઢેચાએ જણાવ્યું હતું કે, જીતો ૧૦ વર્ષ જુની સંસ્થા છે અને રાજકોટની અંદર પણ જીતોનું ચેપ્ટર થાય તેવી અમારી ઈચ્છા છે. કારણકે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્ર આખાને કવર કરવા રાજકોટ એક પ્રવેશદ્વાર સમાન છે. રાજકોટમાં ઘણુ પોટેન્રાયલ છે અને અમને એવું પણ લાગે છે કે અમે રાજકોટ ચેપ્ટર માટે ઘણા મોડા છીએ. જીતોનું જે ઈન્ટરનેશનલ બિઝનેસ નેટવર્ક છે તેમાં રાજકોટના જેનો પગ જોડાય અને વધુમાં વધુ ધંધો મેળવી શકે તેવી અમારી ઈચ્છા અને પ્રયાસો રહેશે. જીતો દ્વારા બિઝનેસ ક્ષેત્રે, એજયુકેશન ક્ષેત્રે, ઘણી બધી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આઈ.એસ., આઈ.પી.એસ. માટે જૈનોને ટ્રેનીંગ પણ આપવામાં આવે છે.

મુંબઈથી જીતો એપેક્ષના ડાયરેકટર અને વાઈસ પ્રેસિડન્ટ અશોક શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષથી રાજકોટ ચેપ્ટરની શ‚આત કરવા માટે હું કાર્યરત છું. જીતો જે ગતિથી આગળ વધી રહ્યું છે અને સમાજ માટે અને જૈનો માટે જે કાર્ય કરી રહ્યું છે. સેવા, શિક્ષા અને શ્રમણ માટે તો આ બધી સેવામાં રાજકોટનો જૈન સમાજ વંચિત ન રહી જાય, એટલા માટે અમે નકકી કર્યું કે, રાજકોટમાં પણ આ સંસ્થા કાર્ય કરે અને તે માટે છેલ્લા એક વર્ષથી અમારા તરફથી, અમદાવાદ ચેપ્ટરના સભ્યો તરફથી તથા રાજકોટના અમારા કમીટી સભ્યો તરફથી સતત પ્રયાસો ચાલુ જ હતા અને આજે એ સપનું અમને સાકાર થતુ દેખાય છે. આજે પ્રિ-લોંચ મિટીંગ છે અને ટુંક સમયમાં અમે જીતોના રાજકોટ ચેપ્ટરનું લોન્ચિગ કરીશું અને તે માટે અમે બધા ખુબ જ ઉત્સાહી છીએ. આજે જયારે જૈન વેપારીનો છોકરો નોકરી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે યુપીએસસી, આઈ.એસ.એ., આઈ.પી.એસ.ની તૈયારીઓ અને ટ્રેનિંગો માટે અમારી સંસ્થા કાર્યરત છે, સાથે ઘણી બધી જગ્યાએ અમારી હોસ્ટેલો પણ ચાલુ છે અને ભવિષ્યમાં ૬ જગ્યાએ અમે હોસ્ટેલ નવી ખોલવા પણ જઈ રહ્યા છીએ અને મને ગર્વ છે એ અત્યારે આખા દેશમાં અમારી સેન્ટરનું રિઝલ્ટ ખુબ જ ઉચું છે. ૫૧.૮૮ ટકા અને ૧૪ માંથી ૬ આઈ.એ.એસ. અમારા સેન્ટરએ આપ્યા છે કોટામાં જયારે ગુજરાતીઓને આઈ.આઈ.ટી.માં મુશ્કેલી પડતી હતી તે માટે અમે કોટામાં આઈ.આઈ.ટી.ની હોસ્ટેલ કરી છે. જેમાં હાલ ૭૫ જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને આગામી ૫ ઓગસ્ટના આઈ.આઈ.એમ.ની હોસ્ટેલ અને કોલકતામાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને જીતો બિઝનેસમાં પણ અમે દર ૧૫ દિવસે મીટીંગનું આયોજન કરીએ છીએ. અમે જે હાજર ન હોય તેવા મેમ્બરને અમે સેટેલાઈટથી જોડી મીટીંગો કરાવી છીએ. જૈનથી જૈનોની વ્યાપાર વૃદ્ધિ વધે તે માટેના પગલા લઈએ છીએ. આવનારા દિવસોમાં અમે જૈન સમાજ માટે ગ્લોબલ કાર્ડ લઈને આવી રહ્યા છીએ. જેમાં આખા જૈન સમાજની અમે વસ્તી ગણતરી કરીશું અને એક ગ્લોબલ કાર્ડ બધા વ્યકિતઓને આપવામાં આવશે. જેના અંતર્ગત વિવિધ લાભો લોકો લઈ શકશે અને જેમાં સૌપ્રથમ અમારો ટાર્ગેટ છે એ આ કાર્ડ દ્વારા ઘર દીઠ, દરેક મહિને ૨૫૦૦ થી ૫૦૦૦ સુધીની બચત થઈ શકશે.

નોકરી કરવા માંગતા હોય તેવા લોકોને તકો પુરી પાડવામાં આવશે, રોજગારી કરવા માટે માયનોરીટી સેલની અંતર્ગત તેમને રોજગારી માટેની પણ તકો પુરી પાડવામાં આવશે. હાલ એન્યકયુબીટ સેન્ટરો પણ બની રહ્યા છે. જેમાં જૈન બાળકોને સ્ટાર્ટઅપ માટે જગ્યા, કુંડ અને મેનટોરશીપ પુરી પાડી રહ્યા છીએ. જીતોમાં અત્યાર સુધી ૧૦૫૦ એફસીપી. ૧૧,૦૦૦૦ ની કેટેગરી વાળા છે અને ૬૦૦૦ પ્લર સભ્યો ૧,૦૦,૦૦૦ની કેટેગરી વાળા છે. હાલ સંસ્થાનું ભંડોળ ૧૫૯ કરોડ છે અને આવનારા ૨ મહિનામાં ૧૮૨ કરોડ પાર કરવાની સંભાવના છે. જે.આઈ.ટી.એફ.માં ૧.૫ કરોડના અમારા ૧૨૦ સભ્યો નોંધાયા છે. સાધુ-સાધ્વીઓને ચિકિત્સા પુરી પાડવાની યોજનામાં હાલ ૧.૫ કરોડ વાળા ૫૧ સભ્યો જોડાય ગયા છે.

ડેપ્યુટી કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે જીતો એક ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન છે. જીતો જૈનો માટે ચાલતી અને વિશેષ કરીને વૈશ્ર્વિક વ્યાપાર, સામાજીક મૂલ્યો અને આધ્યાત્મિક સેવા પુરી પાડતું એક ઉતમ મંચ છે. રાજકોટમાં ખુબ જ પોટેનશીયાલીટી છે. વિશ્ર્વના જૈનો સાથે તાલ-મેલ મીલાવવાની, એકતા કરવાની, સાથે મળી વ્યકિતગત તકો તથા સામાજીક તકો ઉભી કરવાની આ બધી તકો જીતોનું મંચ પુરુ પાડે છે. મારી દ્રષ્ટિએ રાજકોટમાં આ ચેપ્ટર ઘણુ મોડુ ચાલુ થાય છે પરંતુ હાલ હવે તક મળી છે.

ત્યારે તમામ લોકો આમા જોડાય અને વિશ્ર્વ લેવલ સુધી જૈન સમાજનું નામ ઉજાગર કરે તેવી મારી શુભેચ્છા છે. જૈનોમાં કહેવાયું છે કે ‘ખામેમી સર્વ જીવે’ અને શિવમ અસ્તુ સર્વ જગત’ વિશ્ર્વનું કલ્યાણ થાય અને દરેક જીવ પોતાનું ખરાબ કરનારને પણ માફી આપે છે. ધર્મની સાથે-સાથે જે પણ ક્ષેત્રોમાં જૈનો છે ત્યાં તે પોતાના વિચારો પણ લઈ જાય છે અને એક ઉતમ વ્યકિત તરીકે તે બહાર આવે છે અને ખાસ જીતોના મંચથી વ્યકિત જે પણ ક્ષેત્રમાં હશે તેમાં તે આગળ તો વધશે પણ આવા વિચારોથી રાષ્ટ્રને ઉતમ યોગદાન પુરુ પાડશે.

રાજકોટ ચેપ્ટર ચાલુ કરવા માટે જીતો સંસ્થાના નિયમો અને જ‚રી જે પ્રક્રિયા છે. જેમાં ૩ ફાઉન્ડ ચીફ પેટ્રન તથા ૨૫ પેટ્રેનના સભ્યો હોવા જ‚રી છે ત્યારે ગઈકાલે પ્રિ-લોન્ચીંગ સમયે જ આ બધા સભ્યો રાજકોટમાંથી નોંધાય ગયા છે તે ખુબ ખુશીની વાત છે, અને અશોક શાહ (વાઈસ પ્રેસિડન્ટ)એ વધુમાં એ પણ જણાવ્યું હતું કે એવું પહેલીવાર થઈ રહ્યું છે કે જીતોના ચેપ્ટરની મીટિંગમાં જીતોની ઓફિસ પણ નકકી થઈ ગઈ છે. આ ઓફીસ શેઠ બિલ્ડર્સના ચંદ્રકાંતભાઈ શેઠએ ૫ વર્ષ સુધી આપી હતી.

ચંદ્રકાંતભાઈ શેઠએ વધુમાં જણાવ્યું હતું કે, જીતોને રાજકોટમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટની અંદર ખુબ જ મોટા પાયા પર જૈન ભાઈઓએ જીતોને સહકાર આપ્યો. દરેક જૈનોએ એક થઈ રાજકોટ ચેપ્ટર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો છે તો દરેક જૈનોને આ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ. જીતો સંસ્થાના ૩ મુખ્ય પાયા છે. સેવા વેપાર અને વિશ્ર્વ સ્તર ઉપર આજે જૈનો ખુબ મોટાપાયે વેપાર કરી રહ્યા છે ત્યારે બધા જૈનો એક થઈ વધુમાં વધુ સારી રીતે વૈશ્ર્વિક લેવલે વેપાર કરે તે ખુબ મોટો ફાયદો છે.

સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જે થોડો નબળો છે, ત્યારે જીતો દ્વારા દરેક રીતે તેમની સેવા કરી, સહાય‚પ બનશે તે બીજો મોટો ફાયદો છે. ત્રીજો ફાયદો જીતોનો શ્રમણ આરોગ્યમ છે. ૧૪,૦૦૦ સાધુ-સંતો ભારતભરમાં વિચરે છે ત્યારે કરોડો ‚પિયા ખર્ચીને તેમની સેવા કરવામાં આવે છે. અત્યાર સુધી ૪૦ કરોડ ‚પિયાનો આ માટે ખર્ચ કરવામાં આવ્યો છે. જૈન સમાજ માટે એકતાનું એક મોટુ પ્રતિક આપી સંસ્થાઓ છે, તો સૌ કોઈ આવા સંસ્થામાં જોડાય તેવી અમારી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.