Abtak Media Google News

બાળક જ્યારે જન્મે છે ત્યારે કોઈપણ જાતની શરમ વગર ક્યાય પણ છોછ અનુભવ્યા વગર એક વસ્ત્રહિન બાળક હોય છે. જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ સમાજના નીતિનિયમોથી વાકેફ થઈ શરમનો અનુભવ કરતું હોય છે.

ત્યારે આદિકાલ માં જ્યાં કોય સમાજ કે સામાજિક વ્યવસ્થાઑ નહોતી ત્યારે નિર્વસ્ત્ર શરીરને કોઈપણ જાતના સંકોચ વિના જ સામાન્ય ગણવામાં આવતું હતું ત્યારે ફરી આ કુદરત અને કુદરત ના સૌંદર્ય ને માણવા સૌપ્રથમ પેરિસમાં એક ‘ન્યુડ પાર્ક’ ખુલવા જઇ રહ્યું છે જેમાં આવનારા લોકોએ નિર્વસ્ત્ર થઈને પાર્ક માં ફરવાનું રહશે, વર્તમાન સમય માં એક પ્રયોગાત્મક ધોરણે આ પાર્ક શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં 31 ઓગસ્ટ થી 15 ઓક્ટોમ્બર આ ન્યુડ પાર્ક ખૂલું રહશે અને લોકો ન્યૂડજમનો આનંદ માણી શકશે. આ પાર્ક પેરિસમા પૂર્વ વિસ્તારમાં 460 એક જમીન એટ્લે કે એક ફૂટબોલ ગ્રાઉંડ કરતાં પણ મોટું હશે જે રોજ સવારે 8 થી સાંજે 7:30 વાગ્યા સુધી ખૂલ્લું રહશે, ફ્રાન્સના ન્યૂદિજમમાં શોખીન એવા 26 લાખ થી પણ વધુ લોકો કુદરત ના સૌદર્ય નો આનંદ માણે તે મુખ્ય હેતુ થી આ પાર્ક ખોલવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.