Abtak Media Google News

યાત્રીકો અને સહેલાણીઓ ઉમટી પડયા

દેશ અને દુનિયા ૨૦૧૮ સાલને બાઈ બાઈકરવા અને ૨૦૧૯ને વધાવવા થનગની રહી છે. લોકો પ્રાકૃતિક સ્થળો અને દરીયા કિનારા વિસ્તારોમાં જઈ ૨૦૧૮ની આખરી સામ માણવા અને ૨૦૧૯ના નવા વર્ષને વધાવવા પહોચી ગઈ છે.ત્યારે દેવભૂમી દ્વારકાના ઓખા, મીઠાપુર, શિવરાજપુર તથા બેટના દરીયા કિનારાની ખુબસુરત સામને માણવા માનવ મેરામણ ઉમટી પડયું છે. ઓખા બેટ વચ્ચેના દરીયા કિનારાની જળ યાત્રા સાથે આથમતા અને ઉગતા સૂર્યનો નઝારો અલોકીક રહે છે.

ત્યારે અહી યાત્રીકો અને પ્રવાસીઓ ૨૦૧૮ની ખુબસુરત સામને માણવા આવી પહોચ્યા હતા. તેમાંયે ઓખાના વ્યોમાણી ધામમાં ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા બનાવેલ વ્યોમાણી માતા, વિરમેશ્ર્વર મહાદેવ, જલારામ તથા જુલેલાલના ચાર શિખરો આ ઓખાના કુદરતી કિનારાનું પાકૃતીક સૌદર્યને ચાર ચાંદ લગાવી દે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.