Abtak Media Google News

ગોંડલથી રાજકોટ શ્રમિકનો મૃતદેહ મુકવા જઈ રહેલા એમ્બ્યુલન્સ ના ચાલકને પોલીસે માર માર્યો

ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી સબબ મોત નિપજયુ હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મુકવા જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે પોલીસના કોઈ બે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર માર મારવામાં આવતા પ્રફુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે તેમ છતાં પણ તેઓ દ્વારા માનવતાની રૂએ ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહને રાજકોટ પહોંચ્યો કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તેઓ પરત ફરી ગોંડલ સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ થયેલા છે

સમાજસેવક પર થયેલા હુમલાને પગલે રોષ ફાટી નીકળ્યો તમામ સેવાઓ સ્થગિત કરી

માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ ઉપર બે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે હુમલાને લઇ સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓ ના આગેવાનો તેમજ સદસ્યો દવાખાને ઘસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને ૨૪ કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.