Abtak Media Google News

મુસાફરોની સુવિધા અને ભીડને ઘ્યાને લઇ રેલવે દ્વારા રાજકોટ સ્ટેશનથી ચાલનારી ઓખા-રામેશ્ર્વરમ એકસપ્રેસ ટ્રેનમાં ૩ વધારાના એ.સી. કોચ જોડાશે. જેમાં ઓખા-રામેશ્ર્વરમ એકસપ્રેસમાં ર૧ એપ્રિલથી ઓખાથી તથા ૧૭ એપ્રિલથી રામેશ્ર્વરમથી વધારાના ત્રણ એસી કોચ જોડાશે. આ ગાડીમાં કુલ ર૩ કોચ હશે જેમાં ૧ ફર્સ્ટ એ.સી. અને સેક્ધડ એ.સી.નો કોમ્બાઇન્ડ કોચ, ૧ સેક્ધડ એસ., ૪ થર્ડ એ.સી. ૧૦ સેન્કડ સ્લીપર, ૪ જનરલ કોચ, ર લગેજ વાન તથા ૧ પેન્ટ્રી કાર હશે.

ઓખા-અર્નાકુલમ એકસપ્રેસમાં ૮ ફેબ્રુઆરીથી ઓખાથી તથા પ ફેબ્રુઆરીથી અર્નાકુલમથી એક વધારાનો થર્ડ એસી કોચ લાગશે. આ ટ્રેનમાં કુલ ર૩ કોચ હશે જેમાં એક સેક્ધડ એસી, ૪ થર્ડ એસી, ૧૧ સેક્ધડ સ્લીપર, ૪ જનરલ કોચ, ર લગેજ વાન, તથા ૧ પેન્ટ્રી કાર સામેલ છે.

Victoria Gardence

ઓખા-વિરમગામ લોકલ ટ્રેન ઓખા સુધી દોડશે

રાજકોટ રેલ મંડળની અમુક ટ્રેનો ટ્રેક મેઇન્ટેશન્સના કામથી અંશત: અથવા ૫રિવર્તિત રુટથી ચલાવવામાં આવતી હતી જે હવે પુન: નિર્ધારિત રૂટથી દોડશે.

જેમાં વીરમગામ ઓખા લોકલ ૧૬ જાન્યુઆરીથી ઓખા સુધી તેમજ ઓખા-વિરમગામ લોકલ ૧૭ જાન્યુઆરીથી ફરી ઓખાથી ઉપડશે રાજકોટ-પોરબંદર લોકલ ફરી નિર્ધારીટ રૂટ વાયા હાપા, જામનગર, કાનાલુસથી ચાલશે.

રાજકોટ-વાંકાનેર વિભાગમાં ટ્રેક મેઇન્ટેનન્સના કામથી ડેમુ ટ્રેન રદ

રાજકોટ વાંકાનેર વિભાગમાં ટ્રેક મેઇન્ટેનન્સના કામથી ૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી અમુક ડેમુ ટ્રેન રદ રહેશે જેમાં રાજકોટ- મોરબી – વાંકાનેર ડેમુ ટ્રેન રાજકોટ- મોરબી વચ્ચે અંશત: તેમજ મોરબી – માળીયા મીયાણા ડેમુ ટ્રેન સઁપૂર્ણ રીતે રદ રહેશે જેની મુસાફરોને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે જેથી કોઇ અસુવિધા ઉદભવે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.