Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ  ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી  આર. સી. ફળદુ, મહેસૂલ મંત્રી  કૌશિકભાઇ પટેલ તેમજ ઊર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા.

૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે તેમાં  વિજયભાઇ રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ  મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ  પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી  કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી.  એમ. થેન્નારસનની નિયુકતી કરી છે. આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-૧૯ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.

આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતિને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતીની રચના કરેલી છે.

આ ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપવાની છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તા કોવિડ-૧૯ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ કર્યો હતો.

સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્તિીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.

એટલું જ નહિ, કોવિડ-૧૯  મહામારી પછીની ઉદભવનારી સ્થિતિમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.

એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ – ત્વરિત, મીડીયમ ટર્મ  ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ  લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરી રહી છે. આ ઉચ્ચસ્તરીય સમિતીની બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાન, અગ્ર સચિવ  એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

એક અઠવાડિયામાં રાજયના ૨.૬૩ લાખ મૂસાફરોએ એસ.ટી.પરીવહનનો લાભ લીધો

મૂસાફરોનું તાપમાન, સેનીટાઈઝર, માસ્ક અને સામાજીક અંતરના પાલન સાથે એસ.ટી. બસ પૂર્વવત

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્તિીમાં કોરોના સાથે, કોરોના સામે જુસ્સાપૂર્વક જંગ લડીને રાજ્યમાં આર્થિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક જનજીવન પૂર્વવત કરવા તા.૧૯મી મે થી લોકડાઉન-૪માં ચોક્કસ નિયમો સાથે વિવિધ છૂટછાટો આપી છે.  મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહન સેવા સરળતાએ મળે તે માટે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શક્ય તેટલી વધુ ટ્રીપોનું સંચાલન કરાવવાની ઉદાહરણરૂપ કામગીરી કરવા એસ.ટી. નિગમને પ્રેરિત કર્યુ હતું.  તદઅનુસાર, તા. ૨૦મી મે થી તા. ર૬મી મે દરમ્યાન છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાંથી ૨,૬૩,૧૨૯ જેટલાં મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે.

એસ.ટી નિગમ દ્વારા પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે કરાયેલા પ્રયાસો અંગે  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસ.ટી. ટીમને અભિનંદન આપ્યા છે. મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા લોક ડાઉન – ૩ બાદ સામાન્ય મુસાફરો માટે પુન: શરૂ કરાયેલ પરિવહન સેવામાં તા. ૨૦મી મે ના રોજ ૨૩,૦૬૯ લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો હતો. તેમાં ઉત્તરોત્તર વધારો થતાં તા. ૨૧મી મે ના રોજ ૨૫,૦૨૩ લોકોએ,તા. ૨૨મી મે ના રોજ ૩૪,૮૨૫ લોકોએ, તા. ૨૩મી મે ના રોજ ૪૦,૮૧૮ લોકોએ, તા. ૨૪મી મે ના રોજ ૩૫,૦૬૪ લોકોએ,તા. ૨૫મી મે ના રોજ ૪૫,૮૨૫ લોકોએ અને તા. ૨૬મી મે ના રોજ ૫૮,૫૦૫ લોકો મળી સમગ્રતયા કુલ ૨,૬૩,૧૨૯ નાગરિકોએ એસ.ટી બસ સેવાનો લાભ લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સંજોગોમાં મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. મુખ્યમંત્રીના સચિવએ કહ્યું હતુ કે રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમના, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.