Abtak Media Google News

બગસરાના જુના વાઘણીયા પાસે વહેલી સવારે મારૂતી સ્વિફટ કાર નં.જીજે ૧૪ઈ-૮૧૪૩ તેમજ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુકાવાવના કોન્ટ્રાકટર કાર ચાલક નિલેશભાઈ દેવશીભાઈનું કરૂણ મોત નિપજયું હતું. જેના લીધેકુકાવાવમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. નિલેશભાઈ વહેલી સવારે કુકાવાવથી બગસરા જીમમાં કસરત કરવા માટે પોતાની કાર લઈ જતા હતા ત્યારે જુના વાઘણીયા નજીક રામાપીરના મંદિર પાસે ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. નિલેશભાઈની સારવાર દરમ્યાન કુકાવાવ હોસ્પિટલમાં મૃતક જાહેર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.