Abtak Media Google News

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો ‚પિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરવામાં આવે છે પરંતુ ખેડુતોના મુળભુત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડુતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ખેડુતોની આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે.

રાજયના ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. પાક વીમાનું પ્રીમીયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ ફસલ વિમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચી પાકવીમાનું પ્રિમીયમ ફરજીયાત કાપી લેવાની યોજના કરી છે. ખેતી માટે વીજ જોડાણો વર્ષો સુધી આપવામાં આવતા નથી. રાજયમાં ખેડુતોને ગુણવતાયુકત બિયારણ અને જંતુનાશકો વ્યાજબી ભાવે મળતા નથી. ખેડુતોની કિંમતી ખેતીલાયક જમીનો ઝુંટવી લેવા જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્થ ન્યાયિક તપાસ હાથ ધરવાને બદલે ભાજપના મળતિયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

જમીનના રેકર્ડ અંગે બાદ જુના રેકોર્ડની જગ્યાએ નવા રેકર્ડની કામગીરી માટે ગુજરાત રાજય સરકારે ખાનગી કંપનીને રોકીને ૨૬૨ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિ-સર્વેની ક્ષતિમુકત કામગીરીને લીધે રાજયના ખેડુતોમાં ભારે આક્રોશ છે. જેના વિરોધમાં અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.