Abtak Media Google News

ડાયનેમીક ગ્રુપ દ્વારા કલેકટર, એસ.પી. સહિતના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના વહીવટી તંત્રના સમાહર્તા શ્રી આયુષ ઓક સા., જિલ્લા પોલીસ અધિકક્ષ નિર્લિપ્ત રાયની ફરજ નિષ્ઠાથી તથા ડો.ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રાની સેવા તથા જનહિતની ભાવનાથી અમરેલી જીલ્લામાં કોરોના મહામારીની બિલકુલ નહિવત અસર થઈ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તે બદલ જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે અમો સન્માન કરીને અન્ય જિલ્લાને પ્રેરણા આપવા માગીએ છીએ- હરેશ બાવીશી, પ્રમુખ ડાયનેમિક ગૃપ-અમરેલી. સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાત કોરોના-મહામારીથી મુશ્કેલીમાં હતો તેવા સંજોગોમાં કાયદો-વ્યવસ્થા અને સેવાના ત્રિવેણી સંગમથી ઘણા-લાંબા સમય સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહ્યો હતો જે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર હતો. જિલ્લાને કોરોના મુક્ત તથા કોરોના સંક્રમણની સૌથી ઓછી અસર થાય તે માટે જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા પોલીસ અધિક્ષકે રાત-દિવસ એક કરીને જિલ્લાના વહીવટી તંત્ર સુરક્ષાતંત્ર અને આરોગ્ય તંત્ર સાથે સંકલન કરીને આખરે જિલ્લાને સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન અપાવ્યું તથા આ કાર્યમાં સોનામાં સુગંધ ભલે એમ જિલ્લાના લોકોના દિલમાં જેનું સ્થાન છે તથા હંમેશા અમરેલી નાગર તથા લોકોના સર્વાંગી વિકાસની ચિંતા અને ચિંતન કરતાં બે આગેવાનો ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-અમરેલીના પ્રમુખ શ્રી પી.પી.સોજીતરા દ્વારા લોકડાઉનના કપરા કાળમાં જિલ્લાના છોડવાના ગામના છેવાડાના માનવી સુધી રાશન કીટ પહોંચાડવાનું બીડું ઝડપીને રૂ. ૨૫ લાખ કરતાં પણ વધારે રકમની કીટ ગરીબો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડી એટલું જ નહી પરંતુ જિલ્લાના ખેડૂતોને પાકધિરાણ ભરવામાં ધિરાણનું નવું-જુનું કરવામાં પડતી સમસ્યાનો વિચાર કરીને અમરેલીના વિકાસના આધારસમી આ જુગલબંધી ડો.કાનાબારા તથા પી.પી.સોજીત્રાએ રીવોલ્વીંગ ફંડ ઊભું કરીને ખેડૂતોને નવા-જૂના કરવામાં મદદ કરીને જિલ્લાના ૫૫૦૦૦ કરતાં પણ વધારે ખેડૂતોને ઊચા વ્યાજના વિષચક્રમાં ફસાટા અટકાવીને જગતના ટાટાની વ્હારે આવીને સમગ્ર જિલ્લાના સંવેદનશીલ આગેવાન તથા સેવક તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું તે બદલ અમરેલીની જાણીતી યુવાપ્રવૃતિ કરતી સંસ્થા ડાયનેમિક પર્સનાલિટીઝ-અમરેલી ચેરમેન હરેશ બાવીશીએ જિલ્લાની શાંતિ-સલામતી-તન્દુરસ્તી તથા સેવાના પ્રતિક સામા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ અધિકક્ષા નિર્લિપ્ત રાય , ઇન્ડિયન બ્લડ બેન્ક-અમરેલીના પ્રમુખ માન ડો.ભરત કાનાબાર તથા માર્કેટયાર્ડ-અમરેલીના પૂર્વ ચેરમેન  પી.પી.સોજીત્રાનું કોરોના વોરિયર્સ-સન્માન આપીને સન્માનિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.