અમિત શાહે સોમનાથ મહાદેવની કરી પૂજા, 45 કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેનું કર્યું ભૂમિપૂજન

44

5 રાજ્યોની ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇકાલે સોમનાથમાં રાત્રિરોકાણ કર્યું હતું. ગુરૂવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી ધ્વજારોહણ કર્યું હતું. બાદમાં સમુદ્રકિનારે તૈયાર થનાર વોક વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

સોમનાથના સમુદ્રકિનારે 45 કરોડના ખર્ચે તૈયાર થનારા વોક વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વોક વે 1500 મીટર લાંબો અને 7 મીટર પહોળો હશે. 5 રાજ્યોની ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

Loading...