Abtak Media Google News

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.