Abtak Media Google News

૨૦૧૮માં મુકેશ અંબાણીની સંપત્તી ૧ લાખ કરોડ વધી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી ધનાઢય ભારતીય તરીકેનું તેમનું ગૌરવભર્યું સ્થાન જાળવી રાખી સતત ૧૦માં વર્ષે પોતાના પગારમાં સ્વૈચ્છિક રીતે જ વધારો લીધો નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુરુવારે પ્રસિઘ્ધ કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ ચેરમેન મુકેશ અંબાણીએ પોતાને મળતા વાર્ષિક ૧૫ કરોડના પેકેજમાં સતત ૧૦માં વર્ષમાં પણ કોઈ જ બદલાવ ન કરી મેનેજમેન્ટ વળતરનાં સ્તરમાં સંયમનો વ્યકિતગત દાખલો બેસાડી તેમની નૈતિકતાનું પ્રતિબિંબ ઉજાગર કર્યું હતું.

વધુમાં માર્ચ ૨૦૧૮માં પ્રસિઘ્ધ થયેલી ફોર્બ્સની વાર્ષિક યાદી મુજબ રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી ધનિક ભારતીયનો તાજ જાળવી રાખ્યો છે અને ૨૦૧૮માં ૪૦.૯ અબજ ડોલરની સંપતિ સાથે ટોચનાં સ્થાને યથાવત રહ્યા છે.

વિશ્ર્વમાં ૨૨૦૮ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ૧૯માં સ્થાને રહ્યા હતા અને ૨૦૧૭માં તેઓએ ૨૩.૨ મિલિયન ડોલર સામે ૩૩મો ક્રમ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દિન-પ્રતિદિન પ્રગતિના પંથે જેટ ગતિએ આગળ વધી રહી છે. પરીણામે ચેરમેન મુકેશભાઈ અંબાણીની સંપતિમાં વર્ષે ૨૦૧૮માં એક જ વર્ષમાં ૧ લાખ કરોડનો વધારો થયો હોવાનું અહેવાલમાં મનાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.