Abtak Media Google News

તહેવારોની ભરમાર અને સાથે સ્વતંત્રતા દિવસના અવસર દરમિયાન એમેઝોન અને ફ્લિપકાર્ડ જેવી મોટી ઇ કોમર્સ વેબસાઇટ દ્વારા મહાસેલની ઓફર આપવામાં આવી રહી છે જે ૯ ઓગષ્ટથી લઇને ૧૨ ઓગષ્ટ સુધી એમેઝોન દ્વારા ‘ધ ગ્રેટ ઇન્ડિયન સેલ’ અને ૯ થી ૧૧ ઓગષ્ટ સુધી ફિલ્પકાર્ડનો ‘ધ બીગ ફ્રીડમ સેલ’ની ઓફર રજુ કરાઇ છે. આ ઓફરમાં સૌથી વધુ ફાયદો સ્માર્ટફોનની ખરીદી પર મળી રહ્યો છે.

૧- રેડ મી નોટ ૪

– ફિલ્પકાર્ટ પર રેડમી નોટ ૪ પર આગામી ૭૨ કલાક સુધી ખાસ એક્ચેન્જ વેલ્યુ ઓફર અને કેશબેક ઓફર મળી રહી છે. જેના કારણે રૂ.૧૨,૯૯૯નો ફોન તને ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

૨- આઇફોન ૭

એમેઝોન પર લેટેસ્ટ આઇફોન ૭ના 32 GB વેરિયન્ટ પર રૂ.૬૦૦૦ જેટલી છૂટ મળી રહી છે જેના એમેઝોન પર ડિસ્કાઉન્ટ વગર ફોનની કિંમત રૂ.૪૮,૯૯૯ જ્યારે ડિસ્કાઉન્ટ સાથે રૂ.૪૨,૯૯૯ દર્શાવવામાં આવી છે.

૩- વન પ્લસ ૫

એમેઝોન પર વન પ્લસ ૫ લિમિટેડ એડિશન રોઝ ગોલ્ડ અને વન પ્લસ ૫ બ્લેક એક્ચેન્જ પર રૂ.૨૦૦૦ સુધીની એકસ્ટ્રા છૂટ પણ મળી રહી છે.

૪- સેમસંગ ગેલેક્સી ઓન ૫ પ્રો.

– એમેઝોન પર સેમસંગ ગેલેક્સીઓન ૫ પ્રો પર રૂ.૧૦૦૦નું ડિસ્કાઉન્ટ છે જેથી ફોનની કિંમત રૂ.૭૯૯૦થી ઘટીને રૂ.૬૯૯૦ કરી દેવામાં આવી છે.

૫-  MOTO G5 અને MOTO G5+

– અમેઝોન પર મોટો  G5+ પર રૂ.૨૦૦૦ અને G5 પર રૂ.૧૦૦૦ની છૂટ આપવામાં આવી છે. જેથી બંનેનો ભાવ ક્રમશ :રૂ ૧૬,૯૯૯થી ઘટીને રૂ.૧૪,૯૯૯ અને રૂ.૧૧,૯૯૯થી ઘટીને રૂ.૧૦,૦૦૦ કરી દેવામાં આવ્યો છે.

૬- બ્લેકબેરી કીવન :-

હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા બ્લેક બેરી કીવન પર એમેઝોન ઝીરો કોસ્ટ  EMI આપી રહ્યું છે એટલે કે લોન દ્વારા ફોન લેવા પર તમારે એકસ્ટ્રા પૈસા ચુકવવા નહી પડે.

૭- વન પ્લસ ૩૭

એમેઝોન પર વનપ્લસ ૩૭માં રૂપિયા ૨૦૦૦ની છૂટ મળી રહી છે. જેની કિંમત હવે રૂ.૨૯,૯૯૯થી ઘટીને રૂ.૨૭,૯૯૯ થઇ ગઇ છે.

૮- મોટો G4 :-

મોટો  G4 પર એમેઝોન રૂ.૩૫૦૦નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે જેથી ફોનની કિંમત રૂ.૧૨,૪૯૯થી ઓછી થઇને રૂ.૮,૯૯૯ થઇ ગઇ છે.

૯- સેમસંગ ગેલેક્સી ઓન ૭ 

આ ઉપરાંત ફિલ્પકાર્ડ પર સેમસંગ ગેલેક્સી ઓન ૭ પર પણ રૂ.૭૦૦ની છૂટ આપવામાં આવી રહી છે.

૧૦- આઇફોન ૬ :

-એમેઝોન અને ફિલ્પકાડં બંને પર આઇફોન 6 32 GB પર મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે બંને વેબસાઇટ પર ડિસ્કાઉન્ટ સાથે ફોનની કિંમત રૂ.૨૩,૯૯૯ દર્શાવાઇ છે.

૧૧- સેમસંગ ગેલેક્સી ઓન નેકસ્ટ :

આ મોબાઇલ ફિલ્પકાર્ટ પર રૂ ૩૦૦૦ની છૂટ સાથે તેની કિંમત રૂ.૧૭,૯૦૦થી ઘટાડીને રૂ.૧૪૯૯૦ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.