Abtak Media Google News

ઓફિસર ઓન સ્પે. ડયુટી સિટી એન્જીનીયર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, એર્ફોડેબલ હાઉસીંગમાં ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ મુકયો જેના માટે સરકાર દ્વારા સર્ટીફીકેટ પણ અપાયું છે. સ્માર્ટ ઘરમાં ગાર્ડન, આંગણવાડી, શોપીંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯માં ૫ હજાર જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હાલ ૭૫૦૦ જેટલા આવાસોનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં ૪૦૦૦ આવાસો માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચારેય ઘટકની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલવારી થઈ રહી છે હવે કોઈપણ ટીપી સ્કીમમાં આવાસ બનાવવા માટે જમીન ઉપલબ્ધ નથી અને આવાસ બનાવવા માટેનું ફંડ પણ નથી જે સૌથી મોટો પડકાર છે. નવી ટીપી સ્કીમમાં જમીન ઉપલબ્ધ થશે તો મધ્યમ વર્ગીય પરિવાર માટે આવાસનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક ૨૦૨૦માં રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.