Abtak Media Google News

ચેમ્બર પ્રમુખની મુખ્યમંત્રીને વિડીયો કોન્ફરન્સીંગથી રજૂઆત

લોકડાઉન ખોલવા અંગે સરકાર યોગ્ય માર્ગદર્શન આપે તેવી રાજકોટ ચેમ્બરની માંગ: વેપાર-ધંધાને રાહતની અપેક્ષા

રાજકોટમાં જંગલેશ્વરને બાદ કરતા અન્ય વિસ્તારોમાં તમામ વેપાર ઉદ્યોગને છૂટ આપવી જોઈએ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે રાજયના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવે ગઈકાલ રાજય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને રાજકાષટની તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. રાજકોટના માત્ર ક્ધટેઈન્ટમેન્ટ એરીયા જંગલેશ્વર વિસ્તારને બાદ કરીને બાકીનાં તમામ વેપાર ઉદ્યોગને છૂટ આપવી જોઈએ તેવીરજૂઆત કરી હતી. વિજયભાઈ રૂપાણીની ટીમ ગુજરાતને આર્થિક પેકેજ જાહેર કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

સરકાર ગાઈડ લાઈન કલીયર અપે કે માત્ર આટલો વિસ્તાર જ ખોલવાનો નથી તેથી બાકીનો તમામ વિસ્તાર ખોલી કાય આ માટે કોઈ પણ પાસ પ્રથા ન રાખવી જોઈએ જેથી પોલીસની કામગીરી ઘટાડી શકાય તેમ રજૂઆતમાં જણાવ્યું હતુ.

પ્રશાસન જોડે રાજકોટ ચેમ્બરસાથે રાખી કોર કમીટીની રચના કરવી જોઈએ તેથી ખરા અર્થમાં શહેર ખોલી શકાય સવારે ૭ થી સાંજે ૭ સુધી ખોલો ત્યારબાદ કડક અમલ કરાવો. ગુજરાતનો ઈમ્યુનીટી પાવર ખૂબજ મજબુત હોય કોરોનાથી ડર્યા વગર તમામ ધંધા વારાફરતી સોશ્યલ ડીસ્ટ્ન્સ તેમજ નિયમોના પાલન સાથે ખોલાવો તેવી પ્રબળ માંગણી કરી હતી.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની માંગણીને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજયભાઈએ ગુજરાતની મુખ્ય ચેમ્બરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી જેમાં રાજકોટ જામનગર, ભાવનગર, અમદાવાદ, ભાવનગર તેમજ સુરત ચેમ્બરના હોદેદારોએ ભાગ લીધેલ હતો. તેમ રાજકોટ ચેમ્બરે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.