Abtak Media Google News

ગીર-સોમનાથ તા. -૦૪, ગીર-સોમનાથ જિલ્લામાં ૧૩ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા મત વિભાગમાં ૧૦૭૫ મતદાન મથકમાં ચૂંટણીપંચનાં આદેશ મુજબ ૧૨૭૦ બેલેટ, કંટ્રોલયુનિટ અને ૧૪૫૧ વીવીપેટ ફાળવણી કરવામાં આવી.

ચૂંટણીપંચની માર્ગદર્શીકા મુજબ દરેક વિધાનસભા વિભાગમાં ૧૮ ટકા રીઝર્વમાં બેલેટ કંટ્રોલયુનિટ, વીવીપેટની ફાળવણી કરવામાં આવી. બેલેટ, કંટ્રોલયુનિટ, વીવીપેટમાં ચાલુ મતદાન દરમ્યાન ક્ષતિ ઉભી થાય તો તાત્કાલિક બદલી શકાય તે હેતુથી ૧૯૫ બેલેટ કંટ્રોલ યુનિટ અને ૩૭૬ વીવીપેટની વધારે ફાળવણી કરવામાં આવી છે અને જિલ્લા મથકે ૩૩૫ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૨ વીવીપેટ રીઝર્વ રાખવામાં આવેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ નોડલ ઓફીસરશ્રી એચ. આર. મોદી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિનોદ પ્રજાપતિ, એ.આ.ઓ. સોમનાથ નિતિન સાંગવાન, એ.આર.ઓ. કોડીનાર શિતલપટેલ સહિતનું ચૂંટણીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.