Abtak Media Google News

બાવળાવદર ગામના બિમાર વૃદ્ધાને એમ્બ્યુલન્સમાં જૂનાગઢ લઈ જતા અટકાવ્યા

પોરબંદરની ચૈાટા ચેકપોસ્ટ માટે અનેક ફરીયાદો ઉઠી હતી. આ ચેક પોસ્ટ પર પોલીસ અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાના અનેક આક્ષોપ થઈ રહયા છે.

હાલ લોકડાઉનનો સમય ચાલી રહયો છે. ત્યારે આમ તો મોટાભાગના જીલ્લાઓને સીલ કરવા માટે ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. આ ચેકપોસ્ટો પર વ્યાજબી કારણોસર અવરજવરની છુટ આપવામાં આવી છે. પરંતુ પોરબંદર જીલ્લાના કુતિયાણા શહેર નજીક આવેલી ચૌટા ચેકપોસ્ટમાં પોલીસ અધિકારી પોતાની મનમાની કરતા હોવાના અનેક આક્ષોપો થઈ રહયા છે, જેમાં એવુ સામે આવ્યુ હતુ કે હાલમાં જ આ ચૈાટા ચેકપોસ્ટ પરથી બાવળાવદર ગામના એક વૃધ્ધ મહિલાને પસાર થવા દીધા ન હતા. આ મહિલાની તબીયત ખરાબ હોવાથી અને તેમની ઘણા લાંબા સમયથી જૂનાગઢની દવા ચાલુ હોવાને લઈને તેમનો પરિવાર આ વૃધ્ધાને એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ લઈ જતો હતો પરંતુ ચૈાટા ચેકપોસ્ટ પર તેમની એમ્બયુલન્સને પણ પસાર થવા ન દેવાઈ હોવાના આક્ષેપ તેમના પરીવારજનો કરી રહયા છે. ત્યારબાદ ના છુટકે આ મહિલાને પોરબંદર ખાતે સારવાર માટે ખસેડવા પડયા છે. આ બાવળાવદર ગામમાં દદર્ીની એમ્બ્યુલન્સને ચૈાટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં ન આવી હોવાનું સામે આવતા અબતક પોરબંદરની ટીમે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ચૈાટા ગામના લોકોને  જ ચૈાટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં ન આવતા હોવાનું સામે આવ્યુ હતુ.

દદર્ીની એમ્બ્યુલન્સને ચૈાટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં ન આવી હોવાનું સામે આવતા આ વાતને લઈ અબતક, પોરબંદરની ટીમ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. અને ચૈાટા ચેકપોસ્ટના લોકોના આક્ષોપોને લઈને વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ચૈાટા ગામના જ સરપંચની મુલાકાત લેતા એવી માહિતી મળી હતી કે ખુદ ચૈાટા ગામના લોકોને પણ ચૈાટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં આવતા નથી. અને ચેકપોસ્ટ પર રહેલા પોલીસ અધિકારી પોતાની મનમાની ચલાવી રહયા છે. જયારે કે ચૈાટા ગામ કુતિયાણાથી બીલકુલ નજીક આવેલુ ગામ છે. અને આ ગામનો સમાવેશ પણ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં થાય છે. ત્યારે આ ગામના લોકોને ખરીદી માટે તેમજ બેંકના કામ કાજ માટે અથવા તો બીમારી દરમ્યાન હોસ્પિટલ કે દવાખાનાની મુલાકાત માટે ફરજીયાત પણે કુતિયાણા ગામે જવુ પડતુ હોય છે. તેમ છતા આ અધિકારી કેટલાય જરૂરીયાતવાળા લોકોને જવા દેતા ન હોવાના આક્ષોપ થયા છે. ચૌટા ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીની મનમાનીને લઈ નજીકના ગોકરણ ગામના લોકો પણ મુશ્કેલી વેઠી રહયા છે. આ ગામના લોકોને પણ તમામ કામકાજ માટે કુતિયાણા જવુ પડતુ હોય છે. તેમ છતા તેમને ચૈાટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં આવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.