Abtak Media Google News

કેન્ડલ, દાંડીયા, ગરબા અને સલાડ મેકિંગ તથા પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગાની અપાશે તાલીમ

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તા.૧૦ થી ૧૭ દરમિયાન રાષ્ટ્રીય શાળા સામે, શાળા નં.૧૧માં સમર ટ્રેનિંગ કલાસીસ યોજાશે. જેમાં લતાબેન તન્ના, હિનાબેન કકકડ, આરતીબેન કોટકનું માર્ગદર્શન મળશે.

આ સમર ટ્રેનીંગ કલાસીસમાં કેન્ડલ મેકીંગ, દાંડીયા મેકીંગ, ગરબા મેકીંગ, સલાડ મેકીંગ, પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગા અને કુકીંગ જેવા વિષયો રાખેલ છે.

આ સમર ટ્રેનીંગમાં ભાગ લેવા ઈચ્છતા બહેનોએ પ્રીતિબેન પાંઉ મો.૯૮૭૯૧ ૯૧૧૧૦, શિતલબેન બુઘ્ધદેવ મો.૯૬૨૪૦ ૭૬૩૬૩, શોભનાબેન બાટવીયા મો.૭૯૯૦૯ ૭૨૮૩૧નો સંપર્ક કરવા અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના શિલ્પાબેન પુજારા, જશુમતીબેન વસાણી, રત્નાબેન સેજપાલ, મનીષાબેન, પ્રીતિબેન પાંઉ, શિતલબેન બુઘ્ધદેવ, મીનાબેન પારેખ, ચાર્મીબેન, કમળાબેન, કિરણબેન કેસરીયા, શિતલબેન નથવાણી, પલ્લવીબેન, જાગૃતિબેન, શોભનાબેન બાટવીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.