Abtak Media Google News

ધમાલ મૂવી આપણાંમાના બધા જ લોકોએ જોયું હશે અને તેની કોમેડી પણ ખૂબ જ લાજવાબ છે ત્યારબાદ ડબલ ધમાલ મૂવીએ પણ લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. ત્યારબાદ હવે કોમેડી ફિલ્મ ટોટલ ધમાલનું પણ ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે જેમાં અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા, મહેશ માંજરેકર આ ફિલ્મમાં અહમ ભૂમિકામાં જોવા મળશે. 2.49 મિનિટ નું આ ટ્રેલર કોમેડથી ભરપૂર છે. ફિલ્મની વાર્તા લોકોની આસપાસ ઘુમે છે જે 50 કરોડની ખોજમાં નીકળે છે. એ દરમિયાન ઘણા મજેદાર સીન જોવા મળે છે. જેમાં કેટલાક વાઘના ચંગુલમાં ફસાઈ જાય છે,કેટલાકનો ટકરાવ ચિંપાંજી સાથે થાય છે, તો કોઈની સામે સાપ આવે છે.

આ ફિલ્મમાં સિંહ, વાઘ, સાપ, ગેંડા, ચિંપાંજી વગેરે જેવા જાનવર સાથે પણ કોમેડીનો તડકો લગાવ્યો છે. જાણકારી અનુસાર આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.