Abtak Media Google News

રાજકોટ જીલ્લા યુવા ભાજપા દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત વિસ્તારક યોજના બેઠક જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તથા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા યુવા મોરચાના હોદેદારો, કારોબારી સદસ્યો, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીઓ તથા યુવા આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠનપર્વ અંતર્ગત વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સદસ્યતા વૃદ્ધિ અભિયાનને રાજકોટ જીલ્લાના તાલુકા મથકોએ અસરકારક રીતે સદસ્યતા પર્વ ઉજવાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

કોરાટએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપાએ સંગઠન પર્વ દરમ્યાન કાર્યકર્તા વૃદ્ધિનું લક્ષ્ય હાથ ધર્યું છે ત્યારે આગામી તા.૧૩ થી ૧૮ જુલાઈ વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. યુવા મોરચાના કાર્યકર્તાઓએ તાલુકાના તમામ બુથ સુધી દરેક સમાજ અને વર્ગ-સમૂહને સાથે લઈ સર્વ સ્પર્શી, સર્વ વ્યાપી અભિયાન યુવા મોરચા દ્વારા હાથ ધરીને વધુમાં વધુ લોકોને ભાજપાની વિચારધારા સાથે જોડી રાષ્ટ્રસેવાને પ્રબળ બનાવવા તમામ તાલુકામાં યુવા મોરચા દ્વારા ૫૦૦૦ સભ્ય નોંધણી કરવામાં આવશે.

આ તકે નરેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભાજપા માટે સતાએ સેવાનું માધ્યમ છે. ભાજપા પંચ નિષ્ઠામાં માનનારો પક્ષ છે. અંત્યોદયનો વિકાસ એજ ભાજપાનું લક્ષ્ય છે. તેને ધ્યાને લઈને યુવા મોરચાનો પ્રત્યેક કાર્યકર્તા દરેક વ્યક્તિ, ઘર અને સમાજ સુધી પહોચીને ભાજપાની રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચારધારા સાથે જોડવા માટે તમામ તાલુકાએ ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાની સ્કુલ- કોલેજો- સંસ્થાઓમાં જઈને સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આ તકે આઈ. ટી. એસ. એમ. ના ઇન્ચાર્જ હિરેનભાઈ જોશીએ ઓનલાઈન સદસ્યતા અભિયાનની ટેકનીકલ માહિતી આપી હતી.  આ બેઠકમાં જીલ્લા યુવા ભાજપા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઈ ચાવડા, પ્રભારી મનીષભાઈ સંઘાણી,  મુકેશભાઈ મેર, કમલેશભાઈ વરુ, હિરેનભાઈ જોશી, સંજયભાઈ મકવાણા, નીલેશભાઈ તળપદા, પ્રવીણભાઈ સેગલીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,  હરેશભાઈ વોરા,  સમીરભાઈ કોટડીયા, મહેશભાઈ જોશી, જીગ્નેશભાઈ ડેર, સરજુભાઈ માકડિયા, જયેશભાઈ પંડ્યા વગેરે સહીત જીલ્લાના હોદેદારો, તેમજ  મંડલના પ્રમુખ-મહામંત્રીઓ સહીત યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.