બધાઈ હો… 2021ના પહેલા દિવસે દુનિયામાં સૌથી વધુ ભારતમાં ૬૦ હજાર બાળકો જન્મ્યા !!

સંયુકત રાષ્ટ્રની બાળ સંસ્થા યુનિ સેફ અનુસાર આ શરુ થયેલા નવા વર્ષે દુનિયાભરમાં ૩,૭૧,૫૦૦ થી વધારે બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી સૌથી વારે આશરે ૬૦,૦૦૦ બાળકોનો જન્મ ભારતમાં થયો છે. યુનિસેફ દ્વારા જણાવાયું છે કે દુનિયાભરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ૩,૭૧,૫૦૪  શિશુઓનો જન્મ થયો. ૨૦૨૧ પ્રથમ બાળકનો જન્મ ફિજીમાં થયો હતો.

સંસ્થા દ્વારા વધુમાં જણાવ્યાનુસાર વિશ્ર્વભરમાં જન્મેલા બાળકોની લગભગ અડધી સંખ્યા ધરાવતા દસ દેશોમાં ભારતમાં ૫૯,૯૯૫, ચીન ૩૫,૬૧૫, નાઇજીરીયા ૨૧,૪૩૯, પાકિસ્તાન ૧૪,૧૬૧, ઇંડોનેશિયા ૧૨,૩૩૬, ઇથિયોપિયા ૧૨,૦૦૬, અમેરિકા ૧૦,૩૧૨,મિસ્ત્ર

૯,૪૫૫, બાંગ્લાદેશ ૯,૨૩૬ અને કાંગો ગણરાજય ૮,૬૪૦ નો સમાવેશ થાય છે.આ સાથે સંયુકત રાષ્ટ્ર એજન્સીના જણાવ્યાનુસાર ૨૦૨૧માં ૧.૪૦ કરોડ બાળકો જન્મવાનું એક તારણ છે. અને તેની ઉમર આશરે ૮૪ વર્ષની રહેશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

Loading...