Abtak Media Google News

સતત બે ટર્મી કોર્પોરેટર તરીકે ચૂંટાઇને આવતા અરવિંદભાઇ ર્સાક કરે છે કે રાજકોટવાસીઓના દિલમાં છે: કિશોરભાઇ રાઠોડ

રાજકોટમાં જેટલું મહત્ત્વ કાલાવડ રોડ કે યાજ્ઞિક રોડનું મહત્વ છે એટલો જ મહત્ત્વનો અહીં પેડક રોડ અને પાણીનો ઘોડો છે. સંત કબીર માર્ગનું પણ મહત્વ એટલું જ છે અને આ વિસ્તારને સમયે સમયે આગેવાનો પણ એવા જ સમર્પિત મળ્યા છે. એક સમયે સ્વ. મોહનભાઇ સરવૈયા અને સ્વ. કે.ડી.રાઠોડ અહી સતત કાર્યરત, સેવારત હતા તો એ જ પરંપરા આજે રાજકોટના કોર્પોરેટર અને હવે રાજકોટ પૂર્વના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ વારસો સાંભળે છે. જ્યારે જ્યારે લોકસંપર્કમાં આ ઉમેદવાર નીકળે છે કે પછી જુ સભામાં જાય ત્યારે એમને ખૂબ આવકાર મળે છે કારણકે એમણે પણ આ વિસ્તારમાં સારું કામ કર્યું છે.

આગેવાનોએ  કહ્યું કે, આ અરવિંદભાઇ અત્યારે કોર્પોરેટર છે અને હવે તો ધારાસભ્ય બનવા જઇ રહ્યા છે. એમણે સંગઠનમાં પણ કામ કર્યું છે અને વિવિધ હોદ્દા પણ કોર્પોરેશનમાં નિભાવ્યા છે. અરવિંદભાઈની ખૂબી એ છે કે એમના વોર્ડના કોઈ પણ નાગરિક એમણે કોઈ પણ સમયે મળી શકે છે. કોર્પોરેશનમાં એમની ઓફિસમાં પણ કોઈ વ્યક્તિ જાય તો કામ પૂરું કર્યા વગર પરત ન આવે.

સતત બે ટર્મી કોર્પોોરેટર તરીકે ચૂંટાઇને આવતા અરવિંદભાઇ રૈયાણી ર્સાક કરે છે કે, તે રાજકોટ વાસીઓના દિલમાં છે તેમજ તેમને વોર્ડમાં વિકાસ કાર્યી માંડી લોકો સો એક આત્મીયતાનો સંબંઘ બાંઘેલ છે. હંમેશા દરેકના સુખ દુ:ખમાં સો રહીને અપના૫નની પ્રતીતી કરાવતા આ૫ણા સૌના હમદર્દ છે તેમ વોર્ડના અગ્રણી કિશોરભાઇ રાઠોડે જણાવ્યું હતું. આમ તો જો કે ૫રિચય તો તેમનો જ આ૫વો ૫ડે જે અ૫રચિત હોય ત્યારે અરવિંદભાઇ તો સૌના ૫રિચિત, સૌના હૃદયમાં સન પામેલ, સૌ સો આત્મીયતાનો સંબંઘ એટલે આ૫ણા અરવિંદભાઇ.

માર્કેટિંગ યાર્ડ પાસે નગર પ્રામિક શિક્ષણ સમિતિની કોઈ સ્કૂલનો કાર્યક્રમ હોય અને ત્યાં બાળકો પોતાની પ્રતિભા બતાવતા હોય તો ત્યાં અરવિંદભાઈ અચૂક હાજર હોય અને એમના તરફી બાળકોને કોઈ ઈનામ, નાસ્તો હોય જ. આ વિસ્તારના રસ્તા રીપેર કરવાના હોય કે પાણીનો કોઈ પ્રશ્ન હોય તો પણ અરવિંદભાઇ એમાં સતત કાર્યરત હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.