Abtak Media Google News

ભારે વરસાદમાં કોર્પોરેશનની કાબીલેદાદ કામગીરી

તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ૧૭ થી ૧૮ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. આ વરસાદી સીઝનમાં જાહેર સ્વચ્છતા અને જાહે સ્વાસ્થ્યની બાબત ઉપર પણ રાજકોટ મહાનગરપાલિકાએ સવિશેષ ભાર મુકયો હતો અને આરોગ્ય શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી પર મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સતત દેખરેખ રાખી હતી. આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવેલ હતી. તેમજ ફરજીયાત તમામ અધિકારી/કર્મચારીને હેડ ક્વાટર ન છોડવા ખાસ આદેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય શાખા હસ્તકના તમામ ૨૧ અર્બન હેલ્થ સેન્ટરો ચાલું રાખવામાં આવેલ હતા. આરોગ્ય શાખા હસ્તકની ૨-મોબાઈલ ડીસ્પેન્સરી પણ જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાલું રાખવામાં આવેલ હતી.ઉપરાંત આરોગ્ય અધિકારી તેમજ નાયબ આરોગ્ય અધિકારી દ્વારા માન. નાયબ કમિશનર, ઈસ્ટ ઝોન સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવામાં આવેલ હતી.આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ રેપીડ રીસ્પોન્સ ટીમ  દ્વારા સતત ફીલ્ડ મોનીટરીંગ તથા ફીલ્ડ વિઝીટ સતત ચાલું રાખવામાં આવેલ.મેલેરીયા વિભાગ દ્વારા ઝોન કક્ષાએ બનાવવામાં આવેલ જુદી જુદી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ. તેમજ પૂરતા પ્રમાણમાં ફોગીંગ મશીન તેમજ જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવેલ હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની જાહેર સ્વચ્છતા બાબતે થયેલી કામગીરી ઉપર એક નજર ફેરવીએ તો ઈસ્ટ ઝોનમાં કુલ ૬૪ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ તથા ૧૦૨ ગટર ચેમ્બર સાફ કરવામાં આવેલ અને ૮૧ ટન જેટલો એક્સ્ટ્રા ગાર્બેજ કલેક્શન કરવામાં આવેલ. સેન્ટ્રલ ઝોનમાં કુલ ૫૮ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ તથા ૯૫ સ્ક્રીન ચેમ્બર સાફ કરવામાં આવેલ અને પોપટપરા નાલામાંથી એક્સ્ટ્રા ગાર્બેજ કલેક્શન કરવામાં આવેલ.  વેસ્ટ ઝોનમાં એન્ટી પ્લાસ્ટિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ ૨૬ આસામીઓ પાસેથી ૪.૫ કિ.ગ્રા. પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો.દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ બદલ રૂ. ૫,૩૬૭/- નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.