કોરોના વાયરસથી જેલના કેદીઓને બચાવવા તંત્ર બન્યું એલર્ટ

69

હમ અંગ્રેજ કે જમાને કે જેલર નહિ હૈ

સાવચેતીના પગલા રૂપે કેદીઓની મુલાકાત અને ટીફીન સેવા બંધ કરાઇ: જેલમાં ચાર બેરેકોને કોરેન્ટાઇન વોર્ડ બનાવ્યા: નવા આરોપીઓની જેલ એન્ટ્રી સાથે જ ૧પ દિવસ અંડર ઓબ્ઝર્વેશનમાં રખાશે

વિશ્વભરમાં મહામારી કોરાના વાયરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતમાં તકેદારીના ભાગરૂપે અને કોરોના વાયરસને અટકાવવા ર૧ દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું હોય જેના પગલે રાજકોટ જિલ્લા જેલમાં રહેલા કેદીઓની તકેદારી ના ભાગરૂપે અને કોરોના વાયરસથી જેલના કેદીઓને બચાવવા તંત્ર એલર્ટ બન્યું છે.

હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં કોવિંદા-૧૯ કોરોના વાયરસ પ્રસરી રહેલ છે. જેની ગંભીર અસર ગુજરાત રાજયમાં પણ વર્તાઇ રહેલ છે રાજયની જેલોમાં સ્ટાફ તેમજ જેલના કેદીઓને કોરોના વાયરસ જીવલેણ રોગથી બચાવી શકાય તે માટે રાજકોટ મઘ્યસ્થ જેલ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

જેલમાં દરેક બેરેકસ યાર્ડ તેમજ દવાખાનામાં તથા સ્ટાફ લાઇનમાં કોરોના વાયરસ સંબંધી સુચનાઓના પેમ્પ્લેટ લગાવવામાં આવેલ છે. જેલ ખાતે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે દરેક બેરેકસમાં સેનેટાઇઝર તથા કંટ્રોલ હેન્ડ વોશ આપવામાં આવ્યા છે દરેક કેદીઓ અને સ્ટાફને માસ્ક આપવામાં આવ્યા છે અને હોમીયોપેથીકનો મેડીકલ સેમીનાર યોજી જરૂરી દવાઓનું વિતરણ કરી ત્રણ દિવસનો દવાનો કોર્ષ પૂરો કરાવવામાં આવ્યો છે.

જેલ ખાતે હાલ કોઇ કેદી કોરોના શંકાસ્પદ નથી પરંતુ તકેદારીના ભાગરૂપે જેલમાં નવા દાખલ થતા આરોપીઓને કોરોન્ટાઇન કરવા અલાયદો સેલ ઉભો કરવામાં આવેલ છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા હેન્ડ પમ્પ દ્વારા સંપૂર્ણ જેલમાં તેમજ સ્ટાફ પ્રિમાઇસીસમાં દવાનો છંટકાવ અને ફીશઇન્ફેકશન કરવામાં આવે છે. અને ફોગીંગ કરાવેલ છે તેમજ જગ્યાએ વિશિષ્ઠ સાફ સફાઇ કરવામાં આવી છે. કોરોના વાયરસ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે અને આ વાયરસ અંગે રાખવાની તકેદારી બાબતે જરુરી સમજ મળી રહે તે માટે મેડીકલ ઓફીસર તથા તેમની ટીમ દ્વારા સુચવવામાં આવેલ સુચનોનું પેમ્પલેટ બનાવી જેલમાં દરેક બેરેકસ તેમજ યાર્ડમાં લગાડવામાં આવ્યા છે. ઉપરાંત આવી પેમ્પલેટો જેલ પ્રિમાઇસીસ તેમજ સ્ટાફ કવાર્ટસમાં જેલ સ્ટાફ પરિવાર વાંચી શકે તે રીતે તમામ જગ્યાઓએ લગાડવામાં આવ્યા છે.

જેલમાં નવા દાખલ થતા તમામ આરોપીઓનું આવેલ પોલીસ જાપ્તા સાથે સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતેની સ્ક્રેનીંગ કરાવવામાં આવે છે અને તે આધારે જે જેલમાં એડમીશન આપવામાં આવે છે ઉપરાંત નવા દાખલ થતા આરોપીઓનું જેલના મેડીકલ ઓફીસર દ્વારા પણ સ્ક્રેનીંગ તેમજ અન્ય જરુરી મેડીકલ ટ્રીટમેંટ કરવામાં આવે છે.

હાલની પ્રવર્તમાન સ્થીતીને ઘ્યાનમાં રાખતા જેલ ખાતે કુલ ૦૪ બેરેકોને કોરછન્ટાઇન વોર્ડ જાહેર કરેલ છે. નવા એડમીશનના આરોપીઓને ૧પ દિવસ માટે અંડર ઓબ્ઝર્વેશન બાદ ડોકટરના અભિપ્રાય મુજબ જનરલ બેરેકમાં રાખવામાં આવે છે.

કોરોના અંગે સાવચેતીના પગલારૂપે કેદીઓની મુલાકાત સવલત અને ટીફીન સવલત બંધ કરેલ છે.

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે અત્રેની કચેરી દ્વારા એસ.ઓ.પી. પણ બનાવવામાં આવેલ છે.

જેલના પણ ડો. કે.એલ. એમ. રાવ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ સજા ભોગવતા કેદીઓ પેરોલ માગશે તેઓને પેરોલ અંગેની કાર્યવાહી ઝડપથી આરોપી લઇ પેરોલ મંજુર કરવાનું આવનાર હોવાનું રાજકોટ જેલના સુપ્રિન્ટેન્ડ જોષીએ જણાવ્યું છે.

Loading...