Abtak Media Google News

૧૧ દિવસીય ભવ્ય કાર્યક્રમોમાં સાંજે અક્ષરદેશી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ધાટન થશે

ગોંડલ ખાતે વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ અક્ષરદેશીના સાર્ધ શતાબ્દી મહોત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થવા જઇ રહ્યો છે. અને તેની સંપૂર્ણ તૈયારી હવે પુર્ણ થઇ ગઇ છે. ગોંડલ શહેરના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા મહોત્સવનું આયોજન થવા જઇ રહ્યું છે. ૨૦૦ એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામીનારાયણ મંદીર નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છે. જેનો પ્રારંભ આજે સાંજથી ૪ કલાકે થવા જઇ રહ્યો છે. આજે સૌ પ્રથમ ૪ વાગ્યે સંતો-મંહેતોનો હાજરીમાં તેમજ ભકતોની ઉ૫સ્થિતમાં વિરાટ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યુઁ છે. સાથો સાથ ૭.૩૦ કલાકે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદધાટન કરવામાં આવશે.૧૧ દિવસના વિવિધ કાર્યક્રમનો વિશ્ર્વશાંતિ નિમિતે આજથી વિરાટ મહાપૂજા થશે. સાથો સાથ અક્ષર દેરીના અઢ્ઢત નૂતન સ્વરુપનું લોકાર્પણ , અખંડ ધુન-ભજન, વ્યસનમુકિત કાર્યક્રમ, જીવન ઉત્કર્ષ માટે ૬ પ્રદર્શન ખંડ, રકતદાન યજ્ઞ, ર૪ કલાક મેડીકલ સેવા, હજારો સ્વયંસેવકો ખડે પગે સેવામાં રહેશે. અને દેશ-વિદેશથી લાખો ભાવિકો દર્શન માટે પધારશે. અક્ષરદેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નીમીતે અગીયાર દિવસીય ભવ્ય કાર્યક્રમો રજુ થનાર છે.

ખુબ જ મોટી સંખ્યામાં પધારનાર હરિભકતોની વ્યવસ્થા માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદીરની પાછળ આવેલ ૨૦૦ એકરની વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવાયો છે. આજુબાજુના અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો-ભાઇઓ છેલ્લા બે મહીનાથી અવિરત સેવા આપી રહ્યા છે. આજથી ૩૦ જાન્યુઆરી સુધી સંસ્સતાના વિવિધ કાર્યક્રમો થશે. જેમાં સ્વામીનારાયણ નગરનું ઉદધાટન યોગી સ્મૃતિ મંદીરની વાસ્તુ પ્રવેશવિધી, યક્ષ અને આજે સાંજે વિરાટ મહાપુજાનું આયોજન કરવમાં આવ્યું છે. સાંજના સમયે અક્ષરદેરી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદધાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતોની હાજરીમાં અનેક ભકતો દેશવિદશેથી ઉમટશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ગોંડલ પધારશે

રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદ આગામી તા.રરમી જાન્યુઆરીના રોજ સાંજે ૪ કલાકે ગોંડલ ખાતેથી અક્ષર દેરી સાર્ધ શતાબ્દિ મહોત્સવના કાર્યક્રમમાં ખાસ ઉ૫સ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સૌ પ્રથમ શ્રી અક્ષરદેરીના પૂજા અર્ચના કરશે તથા નવનિર્મિત કરાયેલ યોગી સ્મૃતિ મંદીરની પણ દર્શનાર્થે મુલાકાત લેશે અને ત્યારબાદ ગોંડલી નદીના કાંઠે ઉભા કરાયેલા શ્રી સ્વામીનારાયણ નગરમાં ઉભા કરાયેલા મુખ્યસભામાં ઉ૫સ્થિત રહીને પ્રેરક ઉદબોધન કરશે. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉ૫સ્થિત રહેશે. બોચારણવાસી અક્ષર પુ‚ષોતમ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ મહેમાનોનું સ્વાગત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ ખાતે આગામી તા.ર૦થી થી ૩૦મી જાન્યુઆરી દરમિયાન શ્રી અક્ષરદેવી સાર્ધ શતાબ્દિ મહોત્સવ ઉજવાશે. ગોંડલના વિશ્ર્વપ્રસિઘ્ધ અક્ષરમંદીર સ્થિત અક્ષરબ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામીના અંત્યેષ્ટિ વિધિના સ્થળ પર નિમિર્ત સ્મારક અક્ષર ડેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિતે અહિં ૧૧ દિવસીય વિવિધ ભવ્ય કાર્યક્રમો રજુ થનાર છે. જેમાં અક્ષરદેરીના અદભૂત નુતન સ્વરુપનું લોકાર્પણ  યોગીજી મહારાજ સ્મૃતિમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, વિશ્ર્વશાતિ નિમીતે વિરાટ મહાપુજા, જીવન ઉત્કર્ષ માટે ૬ પ્રદર્શન ખંડ, રકતદાન શિબિર, વ્યસનમુકિત વિગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પરદેશથી મોટી સંખ્યામાં લોકો સહભાગી થવા આવશે.

ગોંડલ વાસીઓએ હરિભક્તોનાં ઉતારા માટે આપ્યાં પોતાના નિવાસ સન

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ હજારો હરિભક્તો દેશ-વિદેશી આવવાના છે. આી છેલ્લા ચાર મહિનાી બીએપીએસ સંસની વેબસાઈટ www.baps.org પર ઉતારા માટેની નોધંણી ચાલુ છે. દેશ તેમજ પરપ્રાંતનાં હરિભક્તો માટે ઓનલાઈન એન્ટ્રી શરૂ કરાઈ છે  ઉતારાના ક્ધફર્મેશન એક ઈમેલ અને એક ક્ધફર્મેશન નંબરી  જે તે હરિભક્તોને જાણ કરવામાં આવે છે.

આ ભવ્ય મહોત્સવ ઉપક્રમે અગાઉ નોંધાવેલ હરિભક્તો માટે  ૧૦,૦૦૦ી વધુ ઉતારાની વ્યવસ કરવામાં આવી છે. આ ઉતારઓ મંદિર કેમ્પસ, ગુરુકુળમાં તેમજ ગોંડલ શહેર અને આજુ બાજુ વસતાં ધર્મપ્રેમી ગૃહસ્ોના ૫૫૦ી વધુ મકાનો, વિવિધ સમાજની વાડીઓ અને અનેક નવનિર્મિત સાઈટ, પ્રસિદ્ધ ર્તીધામ વીરપુરની તમામ હોટલોનો સમાવેશ થાય છે. મહોત્સવમાં આવનાર હરિભકતોને  ઉતારાી અક્ષરમંદિર તેમજ મહોત્સવ સ્ળ સુધી લઈ જવા તેમજ પરત મૂકવા માટે અંદાજે ૧૦ થી વધુ બસો, ૮૦ થી વધુ ગાડીઓ અને ૩૫ થી વધુ બાઈકો તેનાત કરવામાં આવ્યાં છે. શિયાળાના વાતાવરણને ધ્યાનમાં લઈ ઉતારામાં બધા જ હરિભક્તો ને સવારમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ પણ પૂરી પાડવામાં આવે છે. આધ્યાત્મિકતા અને આધુનિકતાના સુભગ સમન્વય દ્વારા હરિભક્તોને પોતાના ઉતારાી મંદિર સુધી આવવા માટે  ગુગલ મેપની લીંક પણ તેઓને પોતાના મોબાઈલમાં જ મળી જાય તેવું સુંદર આયોજન કરાયું છે. આી આવનાર હરિભકતોને કોઈપણ પ્રકારની અગવડતા રહેશે નહી.

જૂનાગઢ અને ભાદરાથી શ થયેલી જ્યોતયાત્રા ગોંડલ અક્ષરદેરીના પ્રાંગણમાં વિરામ પામી

આ મહોત્સવનુ એક વિશિષ્ટ આયોજન એટલે ‘જ્યોતયાત્રા’. આ જ્યોતયાત્રાનુ બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનદ સ્વામીએ આ પૃથ્વી પર દેહ ધારણ કરીને જે ધરાને પાવન કરી, તે ધરા પર તેમના બાળપણની સ્મ્ાૃતિઓ સ્ળે સ્ળે કંડારાયેલી છે એવી ભાદરા ગામની પુણ્યવતી ભૂમિી આ જ્યોતયાત્રાનો શુભારભ યો. બીજા તબક્કાનો શુભારભ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનદ સ્વામીએ ૪૦-૪૦ વર્ષ જે પરમ પવિત્ર સનમાં રહી ગુણાતીત જ્ઞાનનો અખાડો જમાવ્યો હતો તે સૌરાષ્ટ્રની ભાગ્યવતી ભૂમિ જૂનાગઢી યો. અનેક ગામો-શહેરોમાં ફરી આ જ્યોતયાત્રાએ ગુણાતીત જ્ઞાન અને અક્ષરદેરીના મહિમાની જ્યોતિ પ્રસરાવી હતી. ઠેર-ઠેર આ જ્યોતયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

આ જ્યોતયાત્રામાં કલાત્મક રમાં અક્ષરદેરીની આબેહૂબ પ્રતિકૃતિને સપિત કરવામાં આવી હતી. ભાદરા અને જૂનાગઢી શરૂઆત યેલ આ જ્યોતયાત્રામાં અનેક મુમુક્ષુઓ ભક્તિભાવી જોડાયા. સૌરાષ્ટ્રભરમાં ગુણાતીત સદેશ પ્રસરાવી આ જ્યોતયાત્રા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગ સન – અક્ષરદેરી, ગોંડલ ખાતે વિરામ પામી. આ જ્યોતયાત્રાના સફળ આયોજન પાછળ અનેક સતો, ભક્તો, ભાવિકોએ દિન-રાત પુરુર્ષા કર્યો હતો. આજે પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનુ ગોંડલમાં આગમન યુ. આવતી કાલી ૧૦ દિવસ સુધી લાખો ભક્તો આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.