Abtak Media Google News

ટેલિકોમ કંપનીઓમાં સસ્તા અને સૌથી વઘુ ઇન્ટરનેટ ડેટા દેવાની પ્રતિયોગીતામાં ની વચ્ચે એરટેલ પોતાના યુઝર્સ માટે નવી ઓફર આપી છે. આ ઓફરમાં યુઝર્સને દર મહિને 10 જીબી ફ્રી ડેટા આપવામાં આવશે. આ માટે યુઝર્સે એરટેલનો ટીવી એપ ડાઉનલોડ કરવાનો રહેશે. આ એપ ડાઉનલોડ કરીને જ યુઝર્સ આ ઓફરનો લાભ લઈ શકશે.

જાણકારી પ્રમાણે એક બાર એપ ડાઉનલોડ કર્યા બાદ એરટેલ પોસ્ટપેડ યુઝર્સને 6 મહિના સુધી 60 જીબી ડેટા ફ્રી મળશે. એટ્લે કે યુઝર્સ ને દર મહિને 10 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે. જેની તેમણે કોઈ કિમત ચૂકવી નહીં પડે. આ પેહલા એરટેલએ ત્રણ મહિના સુધી 30 જીબી ડેટા આપવામ આવ્યું હતા.

કહેવામા આવી રહ્યું છે કે આ ઓફરથી એરટેલ પોતાની ટીવી એપને યુઝર્સ સુધી વધુમાં વધૂ પહોચડવા માગે છે. એરટેલમાં આ કદમને માર્કેટમાં ચાલી રહેલા કોમ્પિટિશનને  ટક્કર આપવાનો ઉપાય પણ કહી શકયા છે.

જીઓના માર્કેટમાં આવવાથી ઘણી ટેલિકોમ કંપનીઓને ઘણું નુકશાન થયું છે. આના લીધે બધી કંપનીઓએ પોતાના દરમાં ઘટાડો કર્યો છે. સાથે જ તે યુઝર્સ માટે એક પછી એક એમ ઘણી ઓફર લાવી રહી છે. જેમાં સસ્તા પેકેજ સાથે વઘુ ડેટા મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.