Abtak Media Google News

કમિશનરે કરેલી વિનંતી ગ્રાહ્ય રાખી એરપોર્ટ ઓથોરિટીએ ફાળવેલી આશરે સવા ત્રણ કરોડની કિંમતની પાંચ બસ બી.આર.ટી.એસ.ટ્રેક પર દોડશે

રાજકોટ મહાનગરપાલિકાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચ ઈલેક્ટ્રીક બસ ફાળવવા નિર્ણય કર્યો છે. આશરે રૂ. ૩.૨૫ કરોડની કિંમતની આ પાંચ બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડાવવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ થોડા સમય પૂર્વે એરપોર્ટ ઓોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાનગરપાલિકાને ઇલેકટ્રીક બસ ફાળવવા વિનંતી કરવામાં આવી હતી. કમિશનરે આજે હર્ષ સો કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આ વિનંતી ગ્રાહ્ય રાખી એરપોર્ટ ઓોરિટીએ પાંચ ઇલેકટ્રીક બસ ફાળવવાનો જે નિર્ણય કર્યો છે તે ખુબ જ આનંદની વાત છે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, એરપોર્ટ ઓોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ફંડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને આ પાંચ બસ ફાળવી છે. એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ. ૬૫ લાખ જેવી ાય છે. મ્યુનિ. કમિશનરે વિશેષમાં જણાવ્યું હતું કે, બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડનાર આ પાંચ ઈલેક્ટ્રીક બસ કાર્બન ઉત્સર્જન નહી કરે. શહેરમાં ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ વધી રહયું છે. સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશ: વધે છે. જોકે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જે બસ દોડાવવામાં આવી રહી છે તેનાી કાર્બન ઉત્સર્જન ના ાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો ાય તે માટે રિન્યુએબલ અને નોન-રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ પગલાંઓ લઇ રહી છે. જેમાં શહેરની તમામ સોડીયમ સ્ટ્રીટ લાઈટ એલ.ઈ.ડી. લાઈટમાં ક્ધવર્ટ કરવામાં આવી છે. સોલાર એનર્જી મેળવવા માટે મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ કામ માટે ૩ ઇલેક્ટ્રિક બાઈક તા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો માટે ઇલેક્ટ્રિક કાર પણ વસાવવામાં આવેલી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ ઘર-૩ પ્રોજેક્ટમાં એનર્જી એફિશિયન્સી અને ગ્રીન બિલ્ડીંગ ઈનીશીએટીવની માહિતી આપી હતી. આ ઉપરાંત શહેરમાં ઉત્પન્ન તા ઘન અને લીક્વીડ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને તેમાંથી એનર્જી પણ મળી રહે તે દિશામાં પણ મહાનગરપાલિકા આગળ ધપી રહી હોવાનું કમિશનરે જણાવ્યું હતું. જેમાં વેસ્ટ તો બાયોમીેનીક પ્લાન્ટ, વેસ્ટ ટુ કમપોસ્ટિંગ અને આગામી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વગેરે પ્રોજેક્ટની માહિતી રજુ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરભરમાં કુલ આશરે ૫૦,૦૦૦ જેટલી સોડીયમ લાઈટને એલ.ઈ.ડી.માં ક્ધવર્ટ કરી છે, જેના પરિણામ સ્વરૂપે દર મહિને રૂ.૪૫ લાખની બચત વીજળી ખર્ચમાં થઇ રહી છે, તેમજ હાલ ૬૧ ટકા એનર્જી પણ બચી રહી છે. એવી જ રીતે સિટી બસ અને બી.આર.ટી.એસ. અને એલ.ઈ.ડી. પ્રોજેક્ટની સફળતાને કારણે વાતાવરણમાં ભળતા કાર્બનમાં પણ ઘટાડો થઇ શક્યો છે.

દરમ્યાન કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ ૨૯ વોંકળા પર પગપાળા ચાલેને જતા લોકો અને સાઈકલીસ્ટ માટે ઉપયોગી એવા ગ્રીન વે પ્રોજેક્ટ હા ધરવામાં આવશે. આપ્રોજેક્ત વિશે સરકાર સો પણ હકારાત્મક પરામર્શ કરવામાં આવેલ છે. આગામી પગલાંઓ વિશે વાત કરતા કમિશનરે કહ્યું હતું કે, મહાનગરપાલિકા વોટર અને ડ્રેનેજ પમ્પિંગ માટે થઇ રહેલા એનર્જી વપરાશમાં ઘટાડો કરવા અને ખર્ચમાં પણ શક્ય તેટલો ઘટાડો કરવા પ્રયત્નશીલ છે. દરમ્યાન વોટર અને ડ્રેનેજ પમ્પ એક પણ રૂપિયાના ખર્ચ વગર બદલાવી શકાય એ માટે પણ વહીવટી તંત્ર પ્રયાસ કરી રહયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.