Abtak Media Google News

શ્રીદેવીની મોટી દિકરી જાહનવી કપુરની પ્રથમ ડેબ્યુ ફિલ્મ ‘ધડક’ના નવા પોસ્ટરો ગુરુવારે રીલીઝ કરવામાં આવ્યા. પોસ્ટરમાં કપુર અને ઇશાન ખટ્ટર ડાંસ કરતા જોવા મળે છે. ઇશાન ખટ્ટર શાહિદ કપૂરનો ભાઇ છે. ધડકના પહેલા લુક સાથે જ શ્રીદેવીન દિકરી જાહનબીની તુલના બોલીવુડમાં ડેબ્યુ કરી રહેલી સૈફ અલી ખાનની દિકરી સારા અલીખાન સાથે થવા લાગી. સોશ્યલ મિડિયામાં બંનેના ફસ્ટ ફિલ્મ લુકને શેયર કરવામાં આવી રહ્યા છે. અત્યારથી એ ચર્ચા થઇ રહી છે કે શું ધડક, સૈરાટથી આગળ નીકળી શકશે કે કેમ, નાગરાજ મંજુલેના નિર્દેશનમાં બનેલી સૈરાટ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. બોક્સઓફિસ પર પણ આ ફિલ્મએ ખૂબ કમાણી કરી હતી, મામુલી બજેટમાં બનેલી આ મુવીએ ૬૦ કરોડથી પણ વધુ કમાણી કરી હતી.

પોસ્ટર જોઇને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જોડી રીલીઝ પહેલા જ હિટ થઇ ગઇ છે. જાહનવી બીલકુલ શ્રીદેવીની કોપી લાગી રહી છે અને ઇશાનએ પણ ખૂબ સારુ કાર્ય કર્યુ છે.

મરાઠી ફિલ્મ ‘સૈરાટ’નું હિંન્દી રીમેક ‘ધડક’ કરણજોહરના ડાયરેક્શનમાં થઇ રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષની ૬ જુલાઇએ રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.