Abtak Media Google News

મેરા ભારત મહાન !!

વિમાન ૮૦  ભારતીયો સહિત ૧૨૦ લોકોને પરત લાવશે

ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસ બાદ વિશ્વભરમાંથી મદદ મળી રહી છે ત્યારે ભારતે પણ માસ્ક, મોજા અને અન્ય ઈમરજન્સી તબીબી સાધનો સહિત ૧૫ હજાર કિલો સામગ્રી સાથેનું ભારતીય એરફોર્સનું ખાસ વિમાન ચીનના બુહાન ખાતે મોકલ્યું છે. એરફોર્સનું સી.૧૭ માલવાહક વિમાન ગૂરૂવારે પરત ફરશે ત્યારે તેમાં ૮૦ ભારતીયો અને અન્ય મિત્ર દેશોનાં ૪૦ વિદેશીઓને ભારત લેતુ આવશે.

ચીને કોરોના વાયરસના કહેર બાદ ૧૩ ફેબ્રુઆરીથી વિદેશી ફલાઈટ પર પ્રતિબંધ મૂકયો હતો. ચીનની મુશ્કેલીના સમયમાં સહયોગ આપવાની ભાવના સાથે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. અને આ વિમા મોકલવામાં આવ્યું છે તેમ વિદેશ મંત્રી એસ.જયશંકરેજણાવી ભારતીય એરફોર્સ અને ચીનમાં ભારતીય દૂતાવાસનો આભાર માન્યો હતો. ચીનમાં કોરોના વાયરસના આતંક બાદ માસ્ક અને તબીબી સાધનોની સહાય માગી હતી વડાપ્રધાન મોદીએ પણ તા.૮ ફેબ્રુઆરીએ ચીનના પ્રમુખ શી જીંગપીંગને એક પત્ર લખી કટોકટીના સમયમાં મદદકરવાની તૈયારી બતાવી હતી. જેના ભાગરૂપે આ તબીબી સહાય મોકલવામાં આવી છે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ આ વર્ષે બંને દેશો વચ્ચેની દોસ્તીને ૭૦ વર્ષ થઈ રહ્યા છે. આ પગલાથી બંનેદેશો વચ્ચેનીદોસ્તી અને એકતા મજબુત બનશે તેમ મંત્રાલયે જણાવ્યું હતુ. વડાપ્રધાન મોદીની પાડોશીને તમામ શકય મદદ કરવાનાં ઉદેશને ધ્યાનમાં રાખક્ષ ચીનમાં ફસાયેલા ભારતીયો તથા કેટલાક મિત્ર દેશોના નાગરીકોને આવિમાન પરત લેવા ભારત લઈ આવશે. ભારતે અગાઉ ભારતીય વિમાનની ઉડાનને મોડી મંજૂરી આપવાનો આક્ષેપ કયો હતો. ચીન સરકારના જણાવ્યા મુજબવુહાનમાં ભારતીયોની સારી સાર સંભાળ લેવામાં આવી રહી છે. અને ભારતે કોઈ ચિંતા કરવાનું કારણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.