Abtak Media Google News

ભારતીય વાયુસેનાના ૮૭માં સ્થાપના દિવસની  ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ભારતીય વાયુસેનાના ૮૭માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષનો સ્થાપના દિવસ ભારતીય વાયુસેના માટે વિશેષ મહત્વપૂર્ણ હતો કેમકે, ૮ ઓકટોબરે દેશભરમાં વિજયા દશમીનો પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિજયા દશમી એ અસત્ય પર સત્યની જીત, આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિ અને આતંકવાદી શક્તિઓ ઉપર ધર્મશક્તિના વિજયનું પ્રતીક છે. ભારતીય વાયુસેનાના બહાદુર પાઇલટ્સ અને એરમેનએ આતંકવાદીઓ અને દેશના શત્રુઓને જડબાતોડ જવાબ આપી સમગ્ર દેશવાસીઓનું ગૌરવ વધાર્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઈક કરીને પોતાની કર્તવ્ય નિષ્ઠાની મિશાલ સમગ્ર વિશ્વ સમક્ષ મુકી છે.  અમને ગર્વ છે કે, ભારતીય વાયુસેનાએ તેમની કુનેહ અને ચપળતાથી દુશ્મન દેશના આતંકી અડ્ડાઓને એક જ ઝાટકે સાફ કરી દીધા છે.

ભારતીય વાયુસેના અતિ આધુનિક લડાકુ વિમાનથી સુસજજ છે અને તેમાં વિજયાદશમીના દિવસે રાફેલ જેટ જોડાતા આ શક્તિમાં બમણો વધારો થયો છે.

Hh5A9627

સ્વાકની આ ઉજવણીમાં સાડા છ કરોડ ગુજરાતીઓના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની તક મળી તેનું મને ગૌરવ છે તેમ કહીને તેમણે ઉમેર્યું હતુ કે, ભારતીય વાયુ સેનાએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં પણ સક્રિય હિસ્સેદારી નોંધાવી છે.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યો છે. તેની સાથે સાથે છેલ્લાં ઘણા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે આકરા પગલાં ભરીને દુશ્મનોને કડક મિજાજનો પરચો આપ્યો છે.

Hh5A9627

આજનો બદલાયેલો આપણો દેશ આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસી ઠાર મારે છે. આપના જેવી વીર અને બહાદૂર સેના ઉપર દરેક ભારવાસીઓને ગર્વ છે. આપણો દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક છે. વાયુસેનામાં દરેક પ્રાંત-પ્રદેશ નાત-જાતના અધિકારી અને કર્મયોગી સાથે મળીને “મા ભારતી”ની રક્ષા માટે સમર્પિત છે. તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમના આયોજન માટે આયોજકોનો વિશેષ આભાર માન્યો હતો.

Hh5A9721

આ અવસરે સ્વાકના ચીફ ઘેટિયા અને સેવારત તેમજ સેવા નિવૃત્ત એર ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.