અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્યને કોરોના

એક જ દિવસમાં અમરાઈવાડી વોર્ડમાં ૩૪, ચાંદખેડામાં ૨૦ કેસ સહિત કુલ ૨૫૬ નવા કેસ નોંધાયા

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે વધુ એક ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિકોલના ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને બે દિવસી તાવ આવતો હતો. ગઈકાલે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તબિયત સુધારા પર છે.

શહેરમાં ૨૬મેની સાંજી ૨૭મેની સાંજ સુધીમાંવધુ ૨૫૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા.

આ સો અમદાવાદમાં કેસનો આંકડો ૧૧૦૯૭ અને કુલ મૃત્યુઆંક ૭૬૪ થયો છે. અમરાઈવાડી વોર્ડમાં એક જ દિવસમાં ૩૪, ચાંદખેડામાં ૨૦ અને સાબરમતીમાં ૧૧ કેસ નોંધાયા છે.

ઠક્કરબાપાનગરમાં ૧૦, વાલમાં ૧૦અને ખાડિયામાં ૧૭ કેસ નોંધાયા છે.

શહેરમાં ૧૯ મૃતકોમાં ૧૫ પુરુષ અને ૪ થી દર્દીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં તમામ ૫૦ વર્ષ થી ઉપરના હતા. વટવા, ઇન્દ્રપુરી, ચાંદલોડીયા, ઇન્ડિયાકોલોની વિસ્તારમાં ૨ -૨ વ્યક્તિના મૃત્યુ યા છે. સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, ઇસનપુર, ગોમતીપુર, વાલ, સરદારનગર, બાપુનગર, અસારવા, ભાઇપુરા, વિરાટનગર અને અમરાઇવાડીમાં ૧ -૧ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે.

Loading...