કોંગ્રેસના કોષાધ્યક્ષ બન્યા અહેમદ પટેલ

75

કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ પાર્ટી સંગઠનમાં સતત મોટાં ફેરફારો થઈ રહ્યાં છે. ત્યારે આ કડીમાં મંગળવારે અનેક મોટાં નેતાઓને પાર્ટીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી. સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહેલાં અહેમદ પટેલને કોષાધ્યક્ષનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે આનંદ શર્માને કોંગ્રેસ વિદેશ પ્રકોષ્ઠના પ્રમુખની જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત લુઝીનો ફલેરો અને મીરા કુમારને પણ અલગ અલગ કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

કોંગ્રેસમાં મંગળવારનાં રોજ કેટલાંક માળખાગત ફેરફારો કરવામાં આવ્યાં. જે અંતર્ગત અનેક મોટાં નેતાઓને કેટલીક મહત્વની જવાબદારી સોંપવામાં આવી.સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જન્મદિવસની ભેટ આપતાં રાહુલ ગાંધીએ તેમને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યાં છે.આ જવાબદારીને લાંબા સમયથી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા સંભાળતા હતા.

Loading...