Abtak Media Google News

વેરાવળમાં આહીર સમાજની વાડી ખાતે વિરાટ આહીર શક્તિ સંમેલન મળ્યું: તાલાલાનાં ધારાસભ્યનું સસ્પેન્શન રોકવાની પ્રબળ માંગ સાથે ચીમકી ઉચ્ચારતા આહીર આગેવાનો

તાલાલા નાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ને કિન્નાખોરી રાખી ખનિજ ચોરીના કેસમાં સજા પડતાં ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરતા આહીર સમાજ મા ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારના આ અન્યાયના વિરોધમાં વેરાવળ આહીર સમાજ નિ વાડી મા હજારોની સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજ નાં લોકોની હાજરી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ માંથી પધારેલા આગેવાનો દ્રારા ભાજપ સરકાર ને અલ્ટીમેતમ આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્શન રદ કરી ધારા સભ્ય પદે ફરીથી નિમણુંક આપે અન્યથા લોકસભા નિ ચૂંટણીમા ભાજપ ને હરાવી ગુજરાતમાં કોંગ્રેસ ને ભવ્ય વિજય અપાવી કોંગ્રેસ સરકાર લાવવા આહ્વાન આપ્યું હતુ.

જેને ઉપસ્થિત મેદની એ હર્ષ અને તાલીનાં ગડગડાટથી વધાવી લીધી હતી. રાજ નીતિ ને બદલે રાજકારણ ખેલ્યુ છે તેને માફ ન કરી શકાય. લોક શાહી પર ઘાટ છે તેથી તેં ભૂલી શકાય નહિ. આહીર અનામત ન હિ રેજીમેન્ટ માંગે છે. સસ્પેન્શન પાછું ન ખેંચાય તૌ સંગઠન રચી ગુજરાત નાં તમામ જીલ્લા તાલુકામાં બેઠકૌ કરી સરકાર ને જવાબ આપશું અને આહીરોને જરુર પડ્યે દિકરા આપી દે તૌ અન્યાય થાય તૌ ખબર પણ પાડી દયે. તયારે એ સમય હવે આવિ ગ્યો છે તેંમ તમામ આગેવાનોએ એક્સુર સાથે જણાવ્યું હતુ.આ તકે ભગવાન બારડે જણાવ્યું હતુ કે આહીર સમાજ જે નિર્ણય કરે તેં યોગ્ય છે.સજા કરે તેં સામે વાંધો નથી.

ન્યાયતંત્ર પર પુરેપુરો ભરોસો છે. પરંતું પઁછી નો સરકારે જે ઘટનાક્રમ કર્યો છે તેં સામેની લડાઈ છે.૩૦ દીવસ સુધી સ્ટે આપવા છતા,હાઇકોર્ટમા જવા છતા રેગ્યુલર જમીન મળવા છતા અધ્યક્ષએ રજાના દિવસોમાં સસ્પેન્ડ કરે તેં યોગ્ય નથીં.સરકાર ને ભગાભાઈને પાડી દેવો છે. આહીર સમાજ ને તોડી પાડવો છે તેં એમ આહીર સમાજ તૂટે નહિ. હુ આ વખતે તૂટવાનો નથીં.સરકાર સાથે આવે તૌ દૂધનો ધોયેલો ન આવે તૌ પાડી દેવો. કિન્નાખૌરિંની સરકારને નહિ ચલાવી લઇએ. મારી સાથે આતંકવાદી અને દેશદ્રોહી જેવું વર્તન યોગ્ય નથીં.

આ સંમેલનમાં આહીર સમાજે ઠરાવ કર્યો કે સસ્પેન્શન નહિ ખેંચાય તૌ લોકસભા નિ ચૂંટણીમાં ભાજપ સરકાર વિરૂદ્ધ મતદાન કરી જડબાતોડ જવાબ આપશું. આ સમારોહમાં અધ્યક્ષ તરીકે ડો.ભીખુભાઇ વાડોતરયા,આહીર એકતા મંચ ગુજરાતના હેમંતભાઈ લિખિલ,રાધનપુર નાં હરદસ ભાઈ,કચ્છ થિ વિ.કૈ.હુંબલ, રાજુલાના ધારાસભ્ય અમ્રિશભાઈ ડેર,બાબુભાઇ રામ, જામનગર ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ,સુરતથી વરજાઞભાઇ જીલડીંયા, હદિયાભાઈ , દ્વારકાથી પાલાભાઇ આંબલિયા , ભગભાઇ બારડ, આહીર અગ્રણી હીરાભાઇ જોટવા, રાજકોટ થિ દીઁનેશભાઇ ડાંગર, તાલાલા ના પ્રવિણભાઇ રામ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તેમજ ગુજરાત ભર માથી આહિર સમાજ પ્રમુખો પ્રતિનિધિઓ કરીયકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યો હતો.

ભગાભાઈ બારડનું સસ્પેન્સન રદ નહીં કરાય તો આહીર સમાજ સરકાર વિરુધ્ધ મતદાન કરશે

ગુજરાત આહીર યાદવ મહાસભાના યુવા પ્રમુખ વિજયભાઈ વાંકે આહીર સમાજને ભાજપ વિરુધ્ધ મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા

Fb Img 1552882566261

તાલાલાના કોંગી ધારાસભ્ય ભગાભાઈ બારડને ખનીજ ચોરી કેસમાં સજા થતાં વિધાનસભા અધ્યક્ષે તેઓનું ધારાસભ્ય પદ રદ્દ કરી નાંખ્યું છે જેના ઘેરા પડઘા રાજયભરમાં પડયા છે. ભગાભાઈનું સસ્પેન્સન રદ્દ કરવાની ઉગ્ર માંગણી સાથે ગઈકાલે સોમનાથમાં આહીર સમાજનું શક્તિ સંમેલન મળ્યું હતું. જેમાં જો તેઓનું સસ્પેન્સન રદ્દ કરવામાં નહીં આવે તો આહીર સમાજ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ મતદાન કરશે તેવા સંકલ્પ લીધા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના કોંગી કોર્પોરેટર તથા ગુજરાત આહીર યાદવ મહાસભાના યુવા પ્રમુખ વિજયભાઈ વાંકે સંમેલનમાં જોરદાર ભાષણ કર્યું હતું અને રાજય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જો સરકાર ભગાભાઈ બારડનું સસ્પેન્સન રદ્દ નહીં કરે તો આહીર સમાજ લોકસભાની ચૂંટણીમાં સરકાર વિરુધ્ધ મતદાન કરશે. તેઓએ શક્તિ સંમેલનમાં ઉપસ્થિત ૩૫ હજારથી વધુની મેદનીને ભાજપ સરકાર વિરુધ્ધ મતદાન કરવાના સંકલ્પ પણ લેવડાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.