Abtak Media Google News

સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને જોરદાર થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે. જો કે, આ કોઈ લાફાકાંડ કે ઝઘડાને કારણે નહીં પરંતુ ચેમ્પીયનશીપ છે. જાણીને નવાઈ લાગે પરંતુ રશીયાના ક્રાસોનીયાસ્કમા પુરુષો એકબીજાને થપ્પડ મારી જોરદાર થપ્પડ મારનારને ઈનામ મળે છે. આ અજીબોગરીબ સ્પર્ધાના નિયમ મુજબ બે ખેલાડીઓ વચ્ચે ટેબલ મુકવામાં આવે છે.

ત્યારબાદ વારાફરતી થપ્પડ મારવામાં આવે છે. જયાં સુધી હાર સ્વીકારી ન લે ત્યાં સુધી આ ગેમ ઓન રહે છે. રસપ્રદ નિયમ તો એ છે કે, ખેલાડીઓને થપ્પડથી બચવાનો પ્રયાસ કરવાની મનાઈ છે, જે લાંબા સમય સુધી ટકી રહે તે વિજેતા. જો તમને થપ્પડ સહન કરવાની ક્ષમતા હોય તો તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. આ વર્ષે વાસીલી નામના પુરુષો આ સ્પર્ધા જીતતા તેને ૩૦ હજાર રસીયન રૂબલ એટલે કે રૂ.૩૨૦૦૦ ઈનામ મળ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.