અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોમાં ખેતીનો સર્વે કરાશે: કૃષિ મંત્રી આર. સી. ફળદુ

115

જસદણના જીવાપર ગામે જિલ્લા કક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમ કૃષિ મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સને સંપન્ન

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ યા બાદ પ્રમ વખત નર્મદા ડેમની પૂર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશી ભરાયેલ છે. રાજ્યની પ્રજાનું વર્ષો જૂનું સ્વપ્ન પરિપૂર્ણ યેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉત્સાહભેર ઉજવણી આજે વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મ દિવસે કરાયેલ છે.

આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણ તાલુકાના જીવાપર ગામે નમામિ દેવી નર્મદે મહોત્સવકર્ણુકી જળસંપતિ યોજના સ્થળે રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સને યોજવામાં આવ્યો હતો.

કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જળની પૂજા અર્ચના-આરતી કરી હતી અને જળમાં ફળ ચુંદડી પધરાવી હતી. આ પ્રસંગે ગ્રામજનોને  સંબોધતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ નર્મદાડેમના નિર્માણની તવારીખોની વિગતો આપીને જણાવ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલે ગુજરાતસહિત ચાર રાજ્યોના પ્રગતિમાટે સરદાર સરોવર નર્મદા યોજનાના સેવેલા સ્વપ્નને  નરેન્દ્રભાઇ મોદીએ અનેક સંધર્ષો પછી અડચણો દુર કરીને નર્મદા યોજના પૂર્ણ કરેલ છે. આ યોજના પૂર્ણન થાય તે માટે અનેક વાદ વિવાદો અને અડચણો ઉભી  કરવામાં આવી હતી.

આજે નર્મદાડેમ ૧૩૮.૬૭ મીટરની પૂર્ણ સપાટીએ ભરાઇ ગયેલ છે અને કરોડો દેશવાસીઓ તથા ખેડૂતોની ઇચ્છાપૂર્ણ થયેલ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ તેમના જન્મદિને નર્મદાડેમ ખાતે નર્મદા મૈયાના નીરના વધામણા કરેલ છે. કૃષિમંત્રી ઉર્મેયું કે આ વખતે ઇશ્વરકૃપાી ૧૧૮ ટકા વરસાદ થયેલ છે. જયાં અતિવૃષ્ટી થઇ છે અને બે વખત વાવણી કરવી પડી છે. તેવા વિસ્તારોનો સર્વે કરીને સરકાર ખેડૂતની પડખે ઉભા રહેશે. કર્ણુકી જળાશયના સ્થળે મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે સત્તાને સાધન ગણીને લોકોને સુખાકારી માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. વિવિધ વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે છે. લોકોના કરવેરા દ્વારા મળેલ નાણાનું રાજયના વિકાસ માટે સુચારૂ સંચાલન કરવામાં આવે છે. જળસંપતિના સાધનો ઉભા કરાયા છે. રાજયના ર્આકિ વિકાસમાં કૃષિક્ષેત્ર મહત્વનું છે. ગત વર્ષે ૧ લાખ ૩૫ હજાર કરોડનું કૃષિ ઉત્પાદન થયેલ હતું. ૭૯ લાખ કપાસની ગાંસડીનું અને ૨૨ લાખ મેટ્રીકટન મગફળીનું ઉત્પાદન યેલ હતું.

નર્મદા યોજનાના ૬૧૮૦૦ કિ.મી.ના કેનાલના કામો પૂર્ણ યેલ છે. માત્ર ૧૭ ટકા જેટલા કામો બાકી છે જે પૂર્ણ કરાશે. સૌરાષ્ટ્રની મહત્વાકાંક્ષી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છના ૧૧૫ ડેમો નર્મદા નીરી ભરાશે અને ૯૫ નદીઓને પુન:જીવીત કરાશે. આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીક નો ઉપયોગ બંધ કરવા પોષણક્ષમ આહારના શપ  લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્માર્ટ આંગણવાડી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી વર્કર, સુપરવાઈઝરોને સ્માર્ટ મોબાઇલ મંત્રી ના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ જયભીમ ગ્રામ સંગઠન અજમેરને સી.આઇ.એફ.ની રકમનો રૂા. ૩.૫૦ લાખનો ચેક વિતરણ કરવામાંઆવેલ હતા.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ કલેકટર રેમ્યા મોહને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે નર્મદા ડેમ તેની પૂર્ણ ઉંચાઈએ ભરાઈ જતા આજનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને આનંદનો અવસર છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને આપણે સૌ જોડાઈ પરિપૂર્ણ કરીએ તેવી મહેચ્છા  મોહને જણાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ પ્રાસંગિક પ્રવચનમાં સ્વચ્છતા, વૃક્ષા રોપણ અને પર્યાવરણની જાળવણી અંગે કાળજી રાખવા સૂચન કર્યુ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વચ્છતા થીમ પર નાટક, સ્વાગત ગીત, રસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયા હતાં. એલ.ઈ.ડી. સ્ક્રીન પર નમામી દેવી નર્મદે ની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જસદણ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા, જસદણ તાલુકાના પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસિયા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, રીજનલ કમિશ્નર નગરપાલિકા સુ સ્તુતિ ચારણ, પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરી, જસદણ તાલુકા વિકાસ અધિકારી વી.બી. ગોહિલ, મામલતદાર  ધાણાની અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેઘલાડુનું વિતરણ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને કરવામાં આવ્યું  હતું.

Loading...